Ahmedabad : ભાજપના આંતરિક વિખવાદને કારણે લોકોનો રોડ અટકી પડ્યો, લોકોએ કહ્યું તમારું રાજકારણ તમારા પૂરતું રાખો પણ અમને રોડ આપો

Feb 24, 2026 - 13:30
Ahmedabad : ભાજપના આંતરિક વિખવાદને કારણે લોકોનો રોડ અટકી પડ્યો, લોકોએ કહ્યું તમારું રાજકારણ તમારા પૂરતું રાખો પણ અમને રોડ આપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર ભાજપમાં ફરી એક વખત આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. અને આ વિવાદ સતત વિવાદ માં રહેતા અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અને ઇન્દ્રપુરી વોર્ડ પ્રમુખ વિક્કી પટેલ વચ્ચે થયો છે જેના કારણે સોસાયટીના રહીશો રોડથી વંચિત રહી રહ્યા છે.

મનપા આ રોડ બનાવવામાં રસ નથી લેતી

અમરાઈવાડી વિધાનસભા માં સમાવિષ્ઠ ઇન્દ્રપુરી વોર્ડમાં દિવ્ય કુંજ સોસાયટી આવેલી છે જેમાં 80 - 20 ની સ્કીમ હેઠળ રોડ માટે કામગરી મંજૂર થઈ હતી. ટેન્ડર થઈ ગયું હોવા છતાં મનપા આ રોડ બનાવવામાં રસ નથી લેતી અને રહીશો પરેશાન થઈ રહ્યા છે અને ધારાસભ્ય હસમુખ પટેલ પર બળાપો કાઢી રહ્યા છે..

વિકી પટેલ અને MLA હસમુખ પટેલ વચ્ચે છે વિખવાદ

રોડ ના બનવા પાછળ મુખ્ય કારણ એ છે કે દિવ્ય કુંજ સોસાયટીના ચેરમેન વિક્કી પટેલ ઇન્દ્રપુરી વોર્ડમાં ભાજપ યુવા મોરચા પ્રમુખ છે તે અને હસમુખ પટેલ વચ્ચે રાજકીય ખટરાગ ચાલી રહ્યો છે.

હસમુખ પટેલ ખાત મુહુર્ત માટે ના પહોંચ્યા

સોસાયટીમાં રોડ નાં ખાત મુહુર્ત માટે 21 ફેબ્રુઆરી એ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સોસાયટી ચેરમેન વિક્કી પટેલ હોવાના કારણે હસમુખ પટેલ ખાત મુહુર્ત માટે પહોંચ્યા ન હોતા અને રોડની કામગીરી ત્યારથી અટકી પડી છે. વિવાદને સોસાયટીના કામમાં વચ્ચે ના લાવવો જોઈએ

વિક્કી પટેલ સાથે ટેલીફોનીક વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે વિવાદ જે કંઈ હોય એ મારે અને હસમુખ પટેલ વચ્ચે છે. જે વિવાદને સોસાયટીના કામમાં વચ્ચે ના લાવવો જોઈએ. જે લોકો ભાજપમાં મતદાર છે તે મતદારોના કામ ધારાસભ્ય અટકાવી રહ્યા છે.  ધારાસભ્યની ગ્રાન્ટ છે અને તેમની મનાઈ ના કારણે અમે કામ નથી કરી શકતા

મનપા અધિકારીઓ સાથે સંપર્ક કરતા તેમણે કહ્યું છે કે ધારાસભ્યની ગ્રાન્ટ છે અને તેમની મનાઈ ના કારણે અમે કામ નથી કરી શકતા. સોસાયટી લેટર લાવો બાદમાં કામગીરી ચાલુ થશે તો બીજી તરફ ધારાસભ્ય હસમુખ પટેલ વિધાનસભા સત્રમાં હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી  ટેક્ષબિલ ભરીએ છે ઇમ્પેકટ ફી ભરીએ છે છતાં અમારું કામ કેમ નથી કરતા

સ્થાનિક સોસાયટીના રહીશો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે બંને ભાજપમાં છે. બંને વચ્ચે વિખવાદ છે આખરે તેમના વિખવાદમાં કારણે અમને કેમ પરેશાન કરવામાં આવી રહ્યા છે ? અમે વોટ ભાજપને આપીએ છે ટેક્ષબિલ ભરીએ છે ઇમ્પેકટ ફી ભરીએ છે છતાં અમારું કામ કેમ નથી કરવામાં આવતું ? અમે તો વોટ પણ ભાજપને આપીએ છે તેમ છતાં કેમ તેમનું રાજકારણ અમારી સોસાયટીમાં લઇને આવે છે ? ધારાસભ્ય હસમુખ પટેલ સતત વિવાદમાં રહે છે..

ઉલ્લેખનીય છે કે અમરાઈવાડી ધારાસભ્ય હસમુખ પટેલ સતત વિવાદમાં રહે છે.. થોડા સમય અગાઉ એક NRI યુવકને તેમની ઓફિસમાં બોલાવી માર મારવાનો આરોપ તેમના પર લાગ્યો હતો . એ અગાઉ પણ સંગઠનલક્ષી બાબતમાં હસમુખ પટેલ વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે સમગ્ર મામલે પાર્ટી તેમની સામે કોઈ આંકરું વલણ દાખવી લોકોને સગવડ પહોંચાડી શકે છે કે નહિ તે જોવું રહ્યું.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : દાહોદમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરપંચ રાધીકા નિનામા સસ્પેન્ડ, શાળાની કમ્પાઉન્ડ વોલના કામમાં લાખોની ઉચાપત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0