Ahmedabad: બોગસ ડોક્યુમેન્ટ મેળવી ભારતીય પાસપોર્ટ બનાવનારા બાંગ્લાદેશી હિન્દુ નાગરિકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ બંગાળમાંથી બોગસ ડોક્યુમેન્ટ મેળવી ભારતીય પાસપોર્ટ બનાવનારા બાંગ્લાદેશી હિન્દુ નાગરિક બિપ્લોબ હાલદારની ધરપકડ કરવામાં આવી છે. 2015માં બોગસ ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. પશ્ચિમ બંગાળના એજન્ટ છપન મારફતે નડિયા જિલ્લામાં કલ્યાણીમાં જન્મ થયો હોવાના પુરાવા ઉભા કરી ભારતીય પ્રમાણપત્ર મેળવ્યા હતા. જે બાદ બોગસ જન્મના પ્રમાણપત્ર, આધારકાર્ડ, વોટર કાર્ડ અને પાનકાર્ડ સહિતના તમામ ભારતીય ડોક્યુમેન્ટ બનાવ્યા હતા.
ભારતીય પાસપોર્ટના આધારે 6 વર્ષ સુધી કુવૈતમાં નોકરી કરી આવ્યો
આ ડોક્યુમેન્ટના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. બોગસ પુરાવાના આધારે બનાવવામાં આવેલો ભારતીય પાસપોર્ટ લઈને મુસાફરી કરતા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો છે. બાંગ્લાદેશી નાગરિક બિપ્લોબની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું કે તે ભારતીય પાસપોર્ટના આધારે 6 વર્ષ સુધી કુવૈતમાં નોકરી કરી આવ્યો હતો. જે બાદ બાંગ્લાદેશના વિઝા મેળવી બાંગ્લાદેશ ગયો હતો. ત્યાં બાંગ્લાદેશી મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કરીને ફરીથી ભારત આવ્યો હતો. ભારતથી બીજી વાર પૈસા કમાવવા માટે કુવૈત જતો હતો. તે સમયે ઈમિગ્રેશનની તપાસમાં તે ઝડપાયો છે.
ડોક્યુમેન્ટ બનાવનારા અન્ય આરોપી ફરાર
આરોપી પાસે પશ્ચિમ બંગાળના ડોક્યુમેન્ટ હોવા છતાં તે અમદાવાદથી કુવૈત જતો હતો. આ ઉપરાંત બાંગ્લાદેશના પ્રવાસ અંગે પૂછપરછ કરતા પોતે બાંગ્લાદેશી નાગરિક હોવાનું સ્વીકાર્યું હતું. તેના મોબાઈલમાંથી માતા પિતાના બાંગ્લાદેશી ઓળખ કાર્ડ અને પુરાવા મળી આવ્યા હતા. જેથી તેની ધરપકડ કરવામાં આવી છે. બોગસ પાસપોર્ટના આધારે બાંગ્લાદેશી હિન્દુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જોકે તેના ડોક્યુમેન્ટ બનાવનારા અન્ય આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ શરુ કરી છે. પોલીસને શંકા છે કે એજન્ટની ધરપકડ બાદ બોગસ ડોક્યુમેન્ટનું નેટવર્ક સામે આવી શકે છે.
What's Your Reaction?






