Ahmedabad: બે યુવકોએ સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું, પોલીસે કરી ધરપકડ

સોશિયલ મીડિયાથી મિત્રતા કરી સગીરા મુશ્કેલીમાં મુકાઈઆરોપીઓએ સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી સરદાર નગર પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી સોશિયલ મીડિયાથી મિત્રતા કરી સગીરા મુશ્કેલીમાં મુકાઈ છે. ઈન્સ્ટાગ્રામથી પરિચયમાં આવેલા યુવકે લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી આરોપીએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે સગીરાની માતાને આ બાબતની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ મુખ્ય આરોપી અને તેની મદદ કરનાર મિત્રની ધરપકડ કરી છે અને હાલમાં બંને આરોપીઓ પ્રહલાદ ઠાકોર અને હર્ષિલ પંચાલ સરદારનગર પોલીસની કસ્ટડીમાં છે. પ્રહલાદ ઠાકોરનો ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા સાથે સંપર્ક થયો હતો. જે બાદ સગીરાનો નંબર મેળવી વાતો શરૂ કરી હતી અને પ્રેમ સંબંધ રાખવાનું જણાવ્યું હતું. આરોપીએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું અંતે તેણે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બે મહિના પહેલા પ્રહલાદ ઠાકોર મિત્ર હર્ષિલ સાથે સગીરાને સરદારનગર વિસ્તારમાં લેવા આવ્યો હતો અને રિવરફ્રન્ટ ખાતે આવેલી હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે દરમિયાન પણ તેણે સગીરાના ફોટા પોતાના ફોનમાં પાડી લીધા હતા. સગીરાએ ઈનકાર કરતા તેણે સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. માતા નોકરી પર હતી અને બંને આરોપીઓ સગીરાને લઈ ગયા 31 જુલાઈ 2024ના સવારના સમયે સગીરાની માતા નોકરી પર હતા. તે દરમિયાન આરોપી પ્રહલાદ ઠાકોરે સગીરાને ફોન કરી તેનો મિત્ર હર્ષિલ પંચાલ સાથે સરદારનગરમાં આવી સગીરાને એકટીવા પર બેસાડી રિવરફ્રન્ટથી આગળ આવેલ વિનાયક રેસીડેન્સી નામની જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં એક ઘરમાં સગીરાને લઈ જઈ તેની સાથે મરજી વિરુદ્ધ 3 વાર શરીર સંબંધ બાંધ્યા હતા. સગીરાની માતા નોકરી પર હતી, તે દરમિયાન તેઓના સંબંધીએ ફોન કરીને તેઓની દીકરીને બે અજાણ્યા યુવકો એકટીવા પર લઈ ગયા છે તેવી જાણ કરી હતી. જેથી તેઓએ દીકરીને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો. જે બાબતની જાણ આરોપી પ્રહલાદ ઠાકોરને થતા તેણે પોતાના મિત્ર હર્ષિલ પંચાલને બોલાવી તેની સાથે સગીરાને સરદાર નગર વિસ્તારમાં ઘર નજીક ઉતારી બંને જણા ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ આ મામલે સરદાર નગર પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી પ્રહલાદ ઠાકોર અને હર્ષિલ પંચાલની ધરપકડ કરી છે. સરદાર નગર પોલીસે મુખ્ય આરોપી પ્રહલાદ ઠાકોરના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ સગીરાના ફોટો પોતાના ફોનમાં પાડ્યા હોય, જેથી તેનો ફોન પણ એફએસએલમાં મોકલી પુરાવા એકત્ર કરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ઝડપાયેલા આરોપીએ અન્ય કોઈની સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ તે મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad: બે યુવકોએ સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું, પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોશિયલ મીડિયાથી મિત્રતા કરી સગીરા મુશ્કેલીમાં મુકાઈ
  • આરોપીઓએ સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી
  • સરદાર નગર પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી

સોશિયલ મીડિયાથી મિત્રતા કરી સગીરા મુશ્કેલીમાં મુકાઈ છે. ઈન્સ્ટાગ્રામથી પરિચયમાં આવેલા યુવકે લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી આરોપીએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.

જોકે સગીરાની માતાને આ બાબતની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ મુખ્ય આરોપી અને તેની મદદ કરનાર મિત્રની ધરપકડ કરી છે અને હાલમાં બંને આરોપીઓ પ્રહલાદ ઠાકોર અને હર્ષિલ પંચાલ સરદારનગર પોલીસની કસ્ટડીમાં છે. પ્રહલાદ ઠાકોરનો ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા સાથે સંપર્ક થયો હતો. જે બાદ સગીરાનો નંબર મેળવી વાતો શરૂ કરી હતી અને પ્રેમ સંબંધ રાખવાનું જણાવ્યું હતું.

આરોપીએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું

અંતે તેણે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બે મહિના પહેલા પ્રહલાદ ઠાકોર મિત્ર હર્ષિલ સાથે સગીરાને સરદારનગર વિસ્તારમાં લેવા આવ્યો હતો અને રિવરફ્રન્ટ ખાતે આવેલી હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે દરમિયાન પણ તેણે સગીરાના ફોટા પોતાના ફોનમાં પાડી લીધા હતા. સગીરાએ ઈનકાર કરતા તેણે સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

માતા નોકરી પર હતી અને બંને આરોપીઓ સગીરાને લઈ ગયા

31 જુલાઈ 2024ના સવારના સમયે સગીરાની માતા નોકરી પર હતા. તે દરમિયાન આરોપી પ્રહલાદ ઠાકોરે સગીરાને ફોન કરી તેનો મિત્ર હર્ષિલ પંચાલ સાથે સરદારનગરમાં આવી સગીરાને એકટીવા પર બેસાડી રિવરફ્રન્ટથી આગળ આવેલ વિનાયક રેસીડેન્સી નામની જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં એક ઘરમાં સગીરાને લઈ જઈ તેની સાથે મરજી વિરુદ્ધ 3 વાર શરીર સંબંધ બાંધ્યા હતા.

સગીરાની માતા નોકરી પર હતી, તે દરમિયાન તેઓના સંબંધીએ ફોન કરીને તેઓની દીકરીને બે અજાણ્યા યુવકો એકટીવા પર લઈ ગયા છે તેવી જાણ કરી હતી. જેથી તેઓએ દીકરીને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો. જે બાબતની જાણ આરોપી પ્રહલાદ ઠાકોરને થતા તેણે પોતાના મિત્ર હર્ષિલ પંચાલને બોલાવી તેની સાથે સગીરાને સરદાર નગર વિસ્તારમાં ઘર નજીક ઉતારી બંને જણા ફરાર થઈ ગયા હતા.

પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ

આ મામલે સરદાર નગર પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી પ્રહલાદ ઠાકોર અને હર્ષિલ પંચાલની ધરપકડ કરી છે. સરદાર નગર પોલીસે મુખ્ય આરોપી પ્રહલાદ ઠાકોરના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ સગીરાના ફોટો પોતાના ફોનમાં પાડ્યા હોય, જેથી તેનો ફોન પણ એફએસએલમાં મોકલી પુરાવા એકત્ર કરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ઝડપાયેલા આરોપીએ અન્ય કોઈની સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ તે મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.