Ahmedabad : બીલીપત્ર, ફૂલ, દૂધ, ફરાળી વાનગીઓના ભાવ આસમાને

દૂધના વેચાણમાં 15%, ફરાળી વાનગીમાં રૂ.46થી 60નો વધારો600 કિલો બીલીપત્રનું વેચાણ, ફૂલ 300થી 500 રૂપિયા કિલો વેચાયા શહેરમાં પણ બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે ચાલે છે શ્રાવણ માસ દરમ્યાન અમદાવાદના મોટા મંદિરોમાં અંદાજે રોજના 600 કિલોથી વધુ બીલીપત્રો ચડાવવામાં આવે છે. શહેરમાં પણ બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે ચાલે છે.પૂર્વ વિસ્તારમાં એક જુડીના દસ રૂપિયાથી લઈને 30 રૂપિયા તો પશ્ચિમ વિસ્તારમાં 30 રૂપિયાથી લઈને 100 સુધીના ભાવે વેચાય છે એજ રીતે ધતૂરાના ફૂલો પણ 10 રૂ.થી લઈને 20 અને 30 સુધીના ભાવે વેચાય છે.શહેરમાં કેટલાય મંદિરોમાં મોટા ભક્તો એક સાથે ઢગલાબંધ બીલીપત્રો- ધતુરાના ફુલો ખરીદી લે છે. બિલિપત્ર,ધતુરાના ફૂલોની માંગ સાથે અમદાવાદ સહિતના મોટા શહેરના હોલસેલ ફૂલ બજારમાં ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. સિઝનના કારણે સામાન્ય દિવસોની સરખામણીમાં ફૂલના ભાવ હાલ ઉંચકાયા છે. ગુલાબ સહિતના ફુલો પ્રતિ કિલો 100ની આસપાસ હતા તે હાલ 300થી 500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. શિવજીને અભિષેક કરવામાં આવતા દૂધના વેચાણમાં 10-15%નો વધારો થયો છે. ગુજરાતમાં સામાન્ય દિવસોમાં રોજનું 70-80 લાખ લિટર દૂધ વેચાય છે. સામાન્ય દિવસોમાં બફવડા, સાબુદાળાના વડા, ખીચડી રૂ.300 થી 325 કિલો મળતા હતા. જે આજે રૂ.360થી 380 કિલો મળી રહ્યા છે.

Ahmedabad : બીલીપત્ર, ફૂલ, દૂધ, ફરાળી વાનગીઓના ભાવ આસમાને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દૂધના વેચાણમાં 15%, ફરાળી વાનગીમાં રૂ.46થી 60નો વધારો
  • 600 કિલો બીલીપત્રનું વેચાણ, ફૂલ 300થી 500 રૂપિયા કિલો વેચાયા
  • શહેરમાં પણ બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે ચાલે છે

શ્રાવણ માસ દરમ્યાન અમદાવાદના મોટા મંદિરોમાં અંદાજે રોજના 600 કિલોથી વધુ બીલીપત્રો ચડાવવામાં આવે છે. શહેરમાં પણ બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે ચાલે છે.પૂર્વ વિસ્તારમાં એક જુડીના દસ રૂપિયાથી લઈને 30 રૂપિયા તો પશ્ચિમ વિસ્તારમાં 30 રૂપિયાથી લઈને 100 સુધીના ભાવે વેચાય છે એજ રીતે ધતૂરાના ફૂલો પણ 10 રૂ.થી લઈને 20 અને 30 સુધીના ભાવે વેચાય છે.

શહેરમાં કેટલાય મંદિરોમાં મોટા ભક્તો એક સાથે ઢગલાબંધ બીલીપત્રો- ધતુરાના ફુલો ખરીદી લે છે. બિલિપત્ર,ધતુરાના ફૂલોની માંગ સાથે અમદાવાદ સહિતના મોટા શહેરના હોલસેલ ફૂલ બજારમાં ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. સિઝનના કારણે સામાન્ય દિવસોની સરખામણીમાં ફૂલના ભાવ હાલ ઉંચકાયા છે. ગુલાબ સહિતના ફુલો પ્રતિ કિલો 100ની આસપાસ હતા તે હાલ 300થી 500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. શિવજીને અભિષેક કરવામાં આવતા દૂધના વેચાણમાં 10-15%નો વધારો થયો છે. ગુજરાતમાં સામાન્ય દિવસોમાં રોજનું 70-80 લાખ લિટર દૂધ વેચાય છે. સામાન્ય દિવસોમાં બફવડા, સાબુદાળાના વડા, ખીચડી રૂ.300 થી 325 કિલો મળતા હતા. જે આજે રૂ.360થી 380 કિલો મળી રહ્યા છે.