Ahmedabad : પોર્ટર કંપનીમાં વાહનો ભાડે આપવાની લાલચ આપી વાહનોને ગીરો પેટે વેચાણ કરી દેતો આરોપી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સામાન્ય નાગરીકોને પોર્ટર કંપનીમાં ઉંચા ભાડે વાહન મુકવાની લાલચ આપી વાહનો મેળવી ગીરે પેટે વેચી દઇને છેતરપિંડી કરનારા આરોપીને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો છે.
12 વાહનો ફરિયાદી અને અન્યો પાસેથી મેળવ્યા
સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી કે ઇકબાલ રહીમ સિપાઇએ તેમની પાસે પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ છે અને પોર્ટર કંપનીમાં એક માલ વાહક ગાડીનું માસિક ભાડુ 27 હજાર મળશે તેવો વિશ્વાસ આપી તથા તેના ઓળખીતા અલગ અલગ માલવાહક વાહનો જેની એકની કિંમત દોઢ લાખ થાય છે તેવા 12 વાહનો ફરિયાદી અને અન્યો પાસેથી મેળવ્યા હતા
વાહનો ગીરો પેટે વેચાણે આપી દઇ છેતરપિંડી કરી
જો કે ત્યારબાદ આરોપીએ વાહનો પોર્ટર કંપનીમાં ભાડે આપ્યા ન હતા જેથી વાહનો પરત માગતા ફરિયાદીની જાણ વગર કે સહમતી મેળવ્યા વગર તેમનું અને અન્યોના વાહનો ગીરો પેટે વેચાણે આપી દઇ છેતરપિંડી કરી હતી આ જ મોડસ ઓપરેન્ડીથી 30 જેટલા નાના મોટા માલ વાહકો વેચી દીધા હતા
સરખેજ પોલીસે આ મામલે ઉંડી તપાસ કરી આરોપી ઇકબાલને ઝડપી લઇ પુછપરછ કરતા તેણે આ જ મોડસ ઓપરેન્ડીથી 30 જેટલા નાના મોટા માલ વાહકો સામાન્ય લોકો પાસેથી લઇ ગીરો પેટે વેચાણે આપી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો પોલીસે 17 વાહનોનો મુદ્દામાલ કબજે કર્યો
સરખેજ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને 17 વાહનો (કિંમત 26.50 લાખ) ગણતરીના સમયમાં શોધી કાઢ્યા હતા અને આરોપીની વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો---- Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

