Ahmedabad: પેલેડિયમ મોલ પાસે બબાલ મામલે પોલીસે મહારાષ્ટ્રથી 5 આરોપીને ઝડપ્યા

અમદાવાદના પેલેડિયમ મોલ પાસે બબાલનો કેસને લઇ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે પોલીસે મહારાષ્ટ્રથી પાંચ આરોપીને ઝડપ્યા છે. પોલીસે જીગર દેસાઇ, પવન ઠાકોર, કૈલાશ દરજી, પ્રિન્સ જંગીડ, મિહિર દેસાઇની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના SG હાઈવે પરના પેલેડીયમ મોલ પાસેની મારામારીના આરોપીઓ, મારામારી કરીને મહારાષ્ટ્ર ભાગી ગયા હતા. પોલીસે 5 આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. જેમા પ્રિન્સ જંગીડ, મિહિર દેસાઈ, જીગર દેસાઈ, પવન ઠાકોર અને કૈલાશ દરજીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને જૂની અદાવત હતી જેથી આરોપીને શંકા હતી કે તેમના પર હુમલો થઈ શકે છે. આથી તેઓએ હથિયાર સાથે રાખ્યા હતા. આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.શું હતો મામલો?અમદાવાદના એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા લુખ્ખાઓએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યા હોવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલ ઊઠ્યા છે. 10 જાન્યુઆરીએ લુખ્ખાઓએ જૂની અદાવતમાં બે લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી છે. હુમલાનો જે વીડિયો વાઇરલ થયો છે એમાં ત્રણ કારમાં 10થી 15 જેટલા લોકો આવે છે અને હાથમાં તલવારો અને ધોકા સાથે ઊતરી રસ્તા પર ઊભેલા બે યુવક પર હુમલો કરે છે અને બાદમાં આસપાસ ઊભેલા અન્ય વાહનચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી હતી.

Ahmedabad: પેલેડિયમ મોલ પાસે બબાલ મામલે પોલીસે મહારાષ્ટ્રથી 5 આરોપીને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના પેલેડિયમ મોલ પાસે બબાલનો કેસને લઇ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે પોલીસે મહારાષ્ટ્રથી પાંચ આરોપીને ઝડપ્યા છે. પોલીસે જીગર દેસાઇ, પવન ઠાકોર, કૈલાશ દરજી, પ્રિન્સ જંગીડ, મિહિર દેસાઇની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના SG હાઈવે પરના પેલેડીયમ મોલ પાસેની મારામારીના આરોપીઓ, મારામારી કરીને મહારાષ્ટ્ર ભાગી ગયા હતા. પોલીસે 5 આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. જેમા પ્રિન્સ જંગીડ, મિહિર દેસાઈ, જીગર દેસાઈ, પવન ઠાકોર અને કૈલાશ દરજીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને જૂની અદાવત હતી જેથી આરોપીને શંકા હતી કે તેમના પર હુમલો થઈ શકે છે. આથી તેઓએ હથિયાર સાથે રાખ્યા હતા. આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

શું હતો મામલો?

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા લુખ્ખાઓએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યા હોવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલ ઊઠ્યા છે. 10 જાન્યુઆરીએ લુખ્ખાઓએ જૂની અદાવતમાં બે લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી છે. હુમલાનો જે વીડિયો વાઇરલ થયો છે એમાં ત્રણ કારમાં 10થી 15 જેટલા લોકો આવે છે અને હાથમાં તલવારો અને ધોકા સાથે ઊતરી રસ્તા પર ઊભેલા બે યુવક પર હુમલો કરે છે અને બાદમાં આસપાસ ઊભેલા અન્ય વાહનચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી હતી.