Ahmedabad: પૂર્વ વિસ્તાર અડધા ઈંચ વરસાદમાં પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રિ પહેલાં હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. જેની આજે શહેરના પૂર્વના છૂટાછવાયા વિસ્તારમાં અસર જોવા મળી હતી.
જેમાં અડધા ઈંચથી પણ ઓછા વરસાદમાં ફરી પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન રામોલ- હાથીજણ, સીટીએમ ચોકડીથી લઈ ખોખરા વિસ્તાર, અમરાઈવાડી, રખિયાલ, ગોમતીપુર જેવા વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે સરસપુરમાં દર વખતની જેમ થોડાં જ વરસાદમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો પરેશાન થયા હતા.
ગુરુવારે સમગ્ર દિવસ દરમિયાન ગરમી વચ્ચે બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન પૂર્વના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેમાં ચાકુડિયા ખાતે 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ નિકોલ, વિરાટનગર, મેમ્કો, મણિનગર, ઈન્દ્રપુરી વિસ્તારમાં અડધો ઈંચથી પણ ઓછો વરસાદ પડયો હતો. જેના પરિણામે રસ્તા પર પાણીનો નિકાલ ન થવાની દરવખતની ફરિયાદ જોવા મળી હતી. આ કારણે ઘણાં વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. એટલું જ નહીં વરસાદી પાણીનો નિકાલ ન થવાના પરિણામે રસ્તા પરથી પસાર થવામાં લોકોને મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી.
આ તરફ મણિનગર, સીટીએમ અને રામોલ-હાથીજણ વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટામાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. આ કારણે લોકો ફરી એકવાર મ્યુનિ. કોર્પોરેશનની કામગીરી સામે ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. તેમજ પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા અને રસ્તા પર ખાડાના રિપેરિંગની કામગીરી ઝડપથી કરવા માટેની રજૂઆત કરી રહ્યા છે.
What's Your Reaction?






