Ahmedabad : પાલડીમાં અશાંતધારાનો વિવાદ, મકાન માલિકે ગેરકાયદે દબાણ તોડવાનું શરુ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના પાલડીમાં અશાંતધારાનો વિવાદ વકરી રહ્યો છે. આ મામલે ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ હવે મકાન માલિકે પોતે ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ કર્યું છે. મકાન માલિકે નૂતન સોસાયટીના મકાનની આસપાસ કરેલ ગેરકાયદે બાંધકામ તોડ્યું છે. મકાન માલિકે અશાંતધારો લાગુ હોવા છતાં મંજૂરી વિના બાંધકામ કર્યું હતું.
ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો
ઉલ્લેખનિય છે કે અશાંતધારો અમલમાં હોવા છતં પ્લાન પાસ થયા વગર જ બાંધકામ કરાયું હોવાની ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. અમદાવાદ પાલડી વિસ્તારને જમાલપુર કે જુહાપુરા બનાવવાનું પ્લાનિંગ હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો અને સિદ્ધગિરી ફ્લેટના 104 મકાનો ખાલી કરાવાયો હોવા બાબતે તેમણે કલેક્ટર અને કમિશનર ને પણ આ મામલે ફરીયાદ કરી હતી.
વિવાદ વકરી રહ્યો છે
હવે આ મામલે વિવાદ વકરી રહ્યો છે. પાલડીની નૂતન સોસાયટીના મકાન માલિકે તેણે કરેલા ગેરકાયદે બાંધકામ તોડવાનું શરુ કર્યું છે. તેણે સ્વૈચ્છિક રીતે મકાન માલિકે ઘરની આજુ બાજુના ગેરકાયદે બાંધકામને તંત્રની સૂચના મુજબ તોડવાનું શરુ કર્યું છે.
મકાન માલિકે સ્વેચ્છાએ ગેરકાયદેસર બાંધકામ હોય તે તોડવાનું શરૂ કર્યું
મકાન માલિકે ઘરની અંદર કરેલા કેટલાક ગેરકાયદેસર બાંધકામો તોડવાનું શરૂ કર્યું છે. બુધવારે વહેલી સવારથી મકાન માલિકે સ્વેચ્છાએ ગેરકાયદેસર બાંધકામ હોય તે તોડવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનિય છે કે અશાંતધારાનો પ્લાન પાસ કર્યા વગર બાંધકામ કરાયુ હોવાની પત્રમાં ફરિયાદ કરાઇ હતી.
ગેરકાયદેસરના બાંધકામ હટાવવાની રજૂઆતો
ઉલ્લેખનિય છે ધારાસભ્ય અમિત શાહે કહ્યું હતું કે આશ્રમ રોડનો આખો પટ્ટો કબજે કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે પણ તે અમે ક્યારેય થવા દઇશું નહી મે અંદરના ભાગે પણ થયેલા ગેરકાયદેસરના બાંધકામ હટાવવાની રજૂઆતો કરેલી છે.
What's Your Reaction?






