Ahmedabad : પગી કક્ષાના કર્મચારીએ કોર્પોરેશનને લાખો રુપિયાની ઠગાઇ કરી

Aug 6, 2025 - 17:30
Ahmedabad : પગી કક્ષાના કર્મચારીએ કોર્પોરેશનને લાખો રુપિયાની ઠગાઇ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મહાનગરપાલિકા હવે કૌંભાડનો અડ્ડો બની રહ્યું છે. અગાઉ બોગસ સર્ટિફીકેટના આધારે નાગપુર કોલેજમાં કોર્સ કરનારા 4 અધિકારીનઓને વિજીલન્સ તપાસ બાદ ઘરભેગા કરી દેવાયા હતા ત્યારે હવે પગી કક્ષાના એક કર્મચારી ભૂપેન્દ્ર ભાટીનું કારનામુ બહાર આવ્યું છે. ભૂપેન્દ્ર ભાટીએ પોતાની ફરજમાં બેદરકારી દાખવીને નાગરીક જે ચાર્જ ચુક્તે તેની પાવતી તો બનાવતો પણ તે પૈસા તે એકાઉન્ટ વિભાગમાં જમા જ કરાવતો ના હોવાનો ચોંકાવનારો ધટસ્ફોટ થયો છે. આ મામલે ફાયર બ્રિગેડના અધિકારીએ કમિશનર સમક્ષ વિજીલન્સ તપાસની માગ કરતા વિજીલન્સ વિભાગે તપાસ શરુ કરી છે.

તેને ચાર વર્ષથી જ કાયમી કરાયો હતો

અમદાવાદ મહાનગર પાલિકાના પગી કક્ષાના કર્મચારી ભૂપેન્દ્ર ભાટીએ મહાનગરપાલિકા સાથે છેતરપિંડી આચરી છે. તે થોડા દિવસ રજા પર ગયો હતો અને ત્યારબાદ તેના કૌંભાડ નો ભાંડો ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે. ભૂપેન્દ્ર ભાટી વર્ષોથી ફાયર વિભાગના જમાલપુર સ્ટેશન ખાતે વોલેન્ટર તરીકે કામ કરતો હતો. વર્ષ 2021 માં તેને પગી તરીકે કાયમી કરવામાં આવ્યો હતો

તેને પૈસા કલેક્ટ કરવાની ફરજ સોંપાઇ હતી

કાયમી કરાયા બાદ તેને અંગાર કોલ અને બંદોબસ્તના જે પૈસા આવતા હતા તે લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે કોઇપણ માણસ ચાર્જ ચૂકવવા આવે તો તેને રીસિપ્ટ બનાવી ને આપતો હતો પરંતુ તે પૈસા એકાઉન્ટ વિભાગમાં જમા કરાવતો નહોતો

4 વર્ષ સુધી આખો સ્ટાફ અંધારામાં રહ્યો

હદ તો ત્યારે થઈ કે તે છેલ્લા 4 વર્ષથી પૈસા જમા જ કરાવતો ન હતો છતાં કોઇના ધ્યાનમાં તેનું કૌંભાડ આવ્યું ન હતું. એક ચલણ બુક પૂરી થઈ ગયા બાદ બીજી બુક લેવા જતો ત્યારે પણ કોઈએ તેની પાસે પૈસા ની ઉઘરાણી કરી ન હતી.

આર્થિક લેવડ દેવડ કેમ પગીને સોંપાઇ તે પ્રશ્ન

કોઇપણ સરકારી કચેરી હોય તો તેમાં આર્થિક બાબતની લેવડ દેવડ ક્લાર્ક કે તેની ઉપરી અધિકાર ને કરવાની હોય પરંતુ જમાલપુર ફાયર સ્ટેશન ખાતે પગી કક્ષાના કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી હતી. તે પણ નવાઇની વાત છે

ભૂપેન્દ્ર રજા પર ગયો અને ભાંડો ફૂટ્યો

ભૂપેન્દ્ર ગત જાન્યુઆરી માસમાં રજા પર ગયો ત્યારે અન્ય કર્મચારીને જવાબદારી સોંપવામાં આવતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.જેથી આખા મામલામાં કેટલા રુપીયાની છેતરપિંડી આચરવામાં આવી તેને લઈને એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે . તેણે અંદાજે 20 થી 25 લાખની છેતરપિંડી કરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે હાલમાં ફાયર વિભાગે વિજિલન્સ વિભાગને તપાસ માટે અરજી કરતા તપાસ શરૂ કરવામાં આવી છે

વિજીલન્સની તપાસ શરુ

સવાલ અનેક થઈ રહ્યા છે પરંતુ જવાબ કોઈ પાસે નથી. હાલમાં શંકા એવી સેવવામાં આવી રહી છે કે ભૂપેન્દ્ર ભાટી સિવાય સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની સંડોવણી પણ હોઇ શકે છે ત્યારે હાલમાં વિજિલન્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0