Ahmedabad: નારોલની ફેક્ટરીમાં છત પરથી નીચે પટકાતા શ્રમિકનું થયું મોત

Jun 6, 2025 - 22:00
Ahmedabad: નારોલની ફેક્ટરીમાં છત પરથી નીચે પટકાતા શ્રમિકનું થયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં એક્સિડેન્ટલ મોતને લીધે ઘણા લોકોના જીવ જતા રહે છે. ઉંચા ઝાડ પરથી પડવું કે પછી વીજતારને ભૂલથી અડક્વું ઘણીવાર મોતને નોંતરે છે. ત્યારે આવી ગંભીર ઘટનાઓમાં લોકોના મોતની ઘટનાઓ સામે આવે છે. જેમાં ભોગ બનનારને પોતાનો જીવ બચાવવાનો સમય પણ મળતો નથી. ઘણીવાર બેદરકારી પણ મોતનું કારણ બને છે. ત્યારે અમદાવાદની નારોલની ફેક્ટરીમાં છતના પતરા રિપેર કરવા આવેલ શ્રમિકનું પટકાતા મોત થયું હતું.

છત પરથી પટકાતા શ્રમિકનુંં મોત 

પ્રાપ્ત થતી માહિતી મુજબ અમદાવાદના નારોલની એક ફેક્ટરીમાં શ્રમિકનું મોત થયું હતું. નારોલ વિસ્તારમાં આવેલ રાજ ટીમ્બર માર્ટની છત પર એક શ્રમિક પતરા રિપેરિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન છતના પતરા રિપેર કરતા પતરુ તૂટી ગયું હતું જેમાં રિપેરિંગ કામ કરતા સંતુલન ગુમાવતા શ્રમિક આકાશ ચુનારા નીચે પટકાયો હતો. છત પરથી નીચે પટકાતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ફેક્ટરીમાં કામ કરતા લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.

ડોક્ટરે શ્રમિકને મૃત જાહેર કર્યો 

નારોલમાં આવેલા રાજ ટીમ્બર માર્ટની છત પરથી સવારે 11 વાગ્યે શ્રમિક પટકાયો હતો. લોકોએ શ્રમિકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર માટે શ્રમિકને હોસ્પિટલમાં લઈ જતા ત્યાં હાજર ડોક્ટરે શ્રમિકને મૃત જાહેર કર્યો હતો. તો વલસાડમાં પણ એક દુ:ખદ ઘટના બની હતી. જેમાં કચરાના ટ્રેકટર નીચે જોળીમાં રાખેલ બાળક નીચે પટકાયું હતું. ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવતી વખતે જોળીમાંથી બાળક નીચે પટકાતા મોત થયું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0