Ahmedabad: નરોડામાં પત્ની ઓફિસર હોવાનું કહીને 3 ઠગે ટેન્ડર અપાવવાના બહાને 27.07લાખ પડાવ્યા

Sep 29, 2025 - 02:00
Ahmedabad: નરોડામાં પત્ની ઓફિસર હોવાનું કહીને 3 ઠગે ટેન્ડર અપાવવાના બહાને 27.07લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નરોડામાં યુવકને ગઠિયાએ પત્ની ઓફ્સિર હોવાનું કહી ટેન્ડર અપાવવાના બહાને રૂ. 27.07 લાખ પડાવી લીધા હતા. યુવકે ગઠિયા, તેની પત્ની અને પુત્રી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોધાવી છે.

નરોડામાં 34 વર્ષિય સર્વાતીત પટેલે બે વર્ષ અગાઉ મિત્ર અરવિંદભાઇ ચાવડાએ જયેશભાઇ શુક્લાને સર્વાતીતનો નંબર આપ્યો હતો. ત્યારબાદ ગત 25 જુલાઇ 2023એ જયેશે ટેક્સ મેસેજ કર્યો હતો અને પોતે એંડ એવીક પ્રાઇવેટ લી. કંપનીમાં છે તેવું જણાવ્યું હતું. જેથી સર્વાતીતે જયેશને ફોન કર્યો હતો અને વાતચીત કરતા તે પોતે કંપનીમાંથી બોલતો હોવાનું અને સરકારી ટેન્ડર ભરી કચેરીમાં મોકલી તેને લગતો માલ સામાન સપ્લાય કરતો હોવાનું જણાવી મળવા કહ્યું હતું. જેથી સર્વાતીતે જયેશને ઘરે મળવા બોલાવ્યો હતો ત્યારે તેણે સરકારી ટેન્ડર્સનું મોટા પાયે કામ કરતો હોવાનું અને ભાગીદારી કરવા કહ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, મારી પત્ની ગવર્મેન્ટમાં ઓફ્સિર છે જેથી ટેન્ડર આપણને જ મળી જશે. જેથી સર્વાતીતે કામ કરવાની હા પાડતા ડિપોઝીટ પેટે પૈસા માગ્યા હતા. તે પૈસા તેને ચુકવી આપવામાં આવ્યા હતા. આમ ટેન્ડરની જુદી જુદી પ્રક્રિયા માટે ટુકડે ટુકડે કુલ રૂ. 27.34 લાખ મેળવી લીધા હતા. જયેશે અનુષ્કા શુક્લા અને શીલ્પા શુક્લાના નામના જીએસટી નંબર બતાવ્યા હતા. આ વાતને ઘણો સમય થયો છતા કોઇ અપડેટ આવી ન હતી. જેથી સર્વાતીત તેને વારંવાર ફોન કરતી ત્યારે તે ગલ્લાં તલ્લાં કરતો હતો. તેણે એક વખત 26,500 પરત ચુકવી આપ્યા હતા. પરંતુ બાકીના 27.07 લાખ રૂપિયા ચુકવી આપશે તેમ કહ્યું હતું. કંટાળીને સર્વાતીતે નરોડા પોલીસ સ્ટેશનમાં જયેશ શુક્લા, શિલ્પા જયેશ શુક્લા અને અનુષ્કા જયેશ શુક્લા સામે ઠગાઇની ફરીયાદ નોંધાવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0