Ahmedabad: દ્વારકા પોલીસકર્મીઓની કારનો અકસ્માત થતાં જમાદારનું મોત
અમદાવાદ હાઈકોર્ટની મુદતમાંથી પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો હતો. બાવળા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો. ગાડીમાં સવાર જમાદાર ભાયાભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમજ હરપાલસિંહ અને દિલીપસિંહ નામના પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે. ત્રણ પોલીસ જવાનોને ઈજાઓ થઈ આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા પોલીસ મથકમાં જમાદાર તરીકે ફરજ બજાવતા ભાયાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ગોજીયા, 31 વર્ષ, તેમની સાથે અન્ય પોલીસ કર્મી હરપાલસિંહ અને દિલીપસિંહ તથા અળશીભાઈ ગોજીયા ગઈકાલે અમદાવાદની કોર્ટમાં મુદતમાં ગયા હતા. અલ્ટો મોટરકારમાં ગયેલા આ પોલીસ કર્મીઓ ગઈ કાલે રાત્રે પરત થઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદથી થોડે દૂર બાવળા પાસે ડિવાઈડર પર ગાડી અથડાઈ હતી. બાવળા પાસે અકસ્માત સર્જાતા ભાયાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ગોજીયા નામના પોલીસ જમાદારનું મુત્યુ નિપજ્યું હતું. મૃતક પોલીસકર્મીને બે દીકરીઓ છે મૃતદેહને કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે તેમના વતન ખાતે લવાયો. બાંકોડી ગામે પહોંચતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આજે સાંજે મૃતક ભાયાભાઈ ગોજીયાની અંતિમ યાત્રા નીકળતા પરીવાર સહિત આખું ગામ હિબકે ચઢયું હતું. Dy.SP હાર્દિક પ્રજાપતિ સહિત પોલીસ અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ભાયાભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મૃતક પોલીસ કર્મીની બે નાની બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવાર શોક મગ્ન બન્યો હતો. જિલ્લાના પોલીસ બેડામાં શોકનો માહોલ. પોલીસ તંત્રએ આપ્યા શ્રધ્ધાસુમન.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ હાઈકોર્ટની મુદતમાંથી પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો હતો. બાવળા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો. ગાડીમાં સવાર જમાદાર ભાયાભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમજ હરપાલસિંહ અને દિલીપસિંહ નામના પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે.
ત્રણ પોલીસ જવાનોને ઈજાઓ થઈ
આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા પોલીસ મથકમાં જમાદાર તરીકે ફરજ બજાવતા ભાયાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ગોજીયા, 31 વર્ષ, તેમની સાથે અન્ય પોલીસ કર્મી હરપાલસિંહ અને દિલીપસિંહ તથા અળશીભાઈ ગોજીયા ગઈકાલે અમદાવાદની કોર્ટમાં મુદતમાં ગયા હતા. અલ્ટો મોટરકારમાં ગયેલા આ પોલીસ કર્મીઓ ગઈ કાલે રાત્રે પરત થઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદથી થોડે દૂર બાવળા પાસે ડિવાઈડર પર ગાડી અથડાઈ હતી. બાવળા પાસે અકસ્માત સર્જાતા ભાયાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ગોજીયા નામના પોલીસ જમાદારનું મુત્યુ નિપજ્યું હતું.
મૃતક પોલીસકર્મીને બે દીકરીઓ છે
મૃતદેહને કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે તેમના વતન ખાતે લવાયો. બાંકોડી ગામે પહોંચતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આજે સાંજે મૃતક ભાયાભાઈ ગોજીયાની અંતિમ યાત્રા નીકળતા પરીવાર સહિત આખું ગામ હિબકે ચઢયું હતું. Dy.SP હાર્દિક પ્રજાપતિ સહિત પોલીસ અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ભાયાભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મૃતક પોલીસ કર્મીની બે નાની બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવાર શોક મગ્ન બન્યો હતો. જિલ્લાના પોલીસ બેડામાં શોકનો માહોલ. પોલીસ તંત્રએ આપ્યા શ્રધ્ધાસુમન.