Ahmedabad: દિવાળીમાં ચોરી-લૂંટ અટકાવવા પૂર્વ પોલીસે 100થી વધુ આરોપીની ડિજિટલ બુક બનાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના તહેવારને લઇને શાંતિ અને સલામતી જળવાય તે માટે પૂર્વમાં પોલીસે તૈયારીઓ શરૂ કરી છે. જેમાં પોલીસે 150થી વેપારીઓ સાથે મિંટિંગો પણ કરી છે.
તેમજ પોલીસે 100થી વધુ આરોપીઓના ડેટાની ડિજિટલ બુક તૈયાર કરી છે. જેમાં ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા ગુના રોકવા પોલીસે આ બુક તૈયાર કરીને વેપારીઓને એકસાથે તમામ આરોપીઓના ફેટા બતાવ્યા છે. તેમજ આગામી સમયમાં જાહેર બજારોમાં પણ આરોપીના ફેટાવાળા બેનર પણ લગાવવામાં આવશે. તેમજ ગુના રોકવા પોલીસ સતત પેટ્રોલીંગ કરશે.
દિવાળીમાં ગુનાઓ રોકવા પોલીસે તકેદારીના ભાગરૂપે સોના-ચાંદી સહિત 150થી વધુ વેપારીઓ સાથે મિટિંગ કરી છે. જેમાં પોલીસે સીસીટીવીને લગતા વીઝનરી પ્રોજેક્ટ વીશે પણ માહીતી આપી અને વધારેમાં વધારે CCTV લગાવવા અપીલ કરી છે. બીજી તરફ્ ચોરી, લૂંટ, સ્નેચિંગ સહિતના ગુનામાં આરોપી હોય અને હાલમાં બહાર ફ્રતા હોય તેવા 100થી વધુ આરોપીઓની યાદી તૈયાર કરી છે. તેમજ બેનરો પણ તૈયાર કરીને તહેવાર સમયે જાહેર સ્થળોએ લગાવવામાં આવશે. તેમજ બનાવો રોકવા તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ કરાશે. વાહન ચેકિંગના સમયમાં ફેરફર કરી અલગ-અલગ સમયે અને અલગ-અલગ પોઈન્ટ પર એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરાશે. તેમજ ઘરને લોક કરીને ફ્રવા જતા હોય તો પોલીસને જાણ કરો. જેથી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાશે. આ ઉપરાંત પોલીસ સોસાયટીના સંચાલકો પાસેથી બંધ ઘરોની માહિતી મેળવશે. મહત્વનું છે કે ભીડભાડવાળા વિસ્તારો ગીતામંદિર, કાંકરિયા, કાલુપુર સહિતના વિસ્તારોમાં પોલીસ વધુ વોચ રાખશે.
What's Your Reaction?






