Ahmedabad: ડ્રગ્સના રવાડે ચડેલા બાળકોને બચાવવા માતા-પિતા બન્યા ડીટેક્ટીવ, જાણો કેમ
યુવક-યુવતીઓ, માલિકો પોતના કર્મચારીઓની જાસુસી કરાવતા હોય તેવુ સાંભળ્યું હશે.. પરંતુ ક્યારેય કોઈ માતા પિતાને પોતાના બાળકની જાસુસી કરાવતા હોય તેવુ સાંભળ્યું છે. ખરુ.. કદાચ નહી સાંભળ્યું હોય, પરંતુ આ હકિકત છે. અને તેનુ મુળ કારણ છે કે શુ તેમના બાળકો ડ્રગસના રવાડે ચડ્યા છે કે નહી.. તે જાણવા માટે માતા પિતા ડીટેક્ટીવ એટલે કે જાસુસ નો સંપર્ક કરે છે. અને આવી જાસુસી બાદ શુ સામે આવ્યું છે. તે જાણો અમારા આ ખાસ અહેવાલમાં.. ડ્રગ્સનુ દુષણ એટલુ ફેલાયુ છે કે હવે બાળકો પર માતા પિતા જ ભરોષો નથી રહ્યો..એવુ નથી કે બાળકો, માતા -પિતા ના કહ્યા માં કે કંટ્રોલમાં નથી, પરંતુ ઘરની બહાર અને કોલેજ કે સ્કુલ મા મિત્રો સાથે શુ કરે છે. તે જાણવા માટે હવે માતા પિતા ડેટેક્ટિવ એજન્સીઓનો સહારો લઈ રહ્યા છે. અને તેનુ એક માત્ર કારણ એ છે કે, શુ તેમનુ બાળક ડ્રગ્સ લઈ રહ્યુ છે કે નહી તે જાણવા માટે નો,. અને નવાઈ ની વાત તો એ છે કે એક વર્ષમાં 30 થી વધુ વાલીઓ માત્ર આ જ જાણવા માટે પોતાના જ બાળકોની જાસુસી કરાવે છે.બાળકોની જાસુસી કરતા કેટલીક મહત્વની માહિતી પણ સામે આવી છે, કે ધોરણ 8-9 મા ભણતા વિદ્યાર્થીઓ મિત્રો સાથે મળી કુલ દેખાવાના ચક્કરમાં ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. અને આવા બાળકોના વર્તનમાં પણ સખ્ખત ફેરફાર આવે છે. જેમાં બાળકો ગુસ્સો કરે, ચિંતામાં સપડાઈ જાય, હસવા કે રડવા લાગે છે. અને આવા લક્ષણો માતા પિતાના ધ્યાને પણ આવતા હોય છે. જોકે બાળકોને ડ્રગ્સ આપનાર ની પણ જાસુસી કરી તેમની માહિતી પોલીસને આપી કેસ પણ કરાવ્યા હોવાનુ જાસુસો જણાવી રહ્યા છે..ડ્રગ્સના રવાડે ચડેલા બાળકોને બચાવવા માટે સમયસર જાણ થવી જરુરી છે. બાળકો ડ્રગ્સના બંધાણી થાય તે પહેલા તેમને રોકી લેવામાં આવે તો આવા તેમની સ્થિતી બગડે તે પહેલા બચાવી પણ શકાય છે. અને પુરાવાના આધારે બાળકોના ભવિષ્ય પણ બચ્યા છે.. એટલે ડ્રગ્સના દુષણની સામે ન માત્ર સરકાર , કે સુરક્ષા એજન્સી પરંતુ હવે માતા પિતા એ પણ સતર્ક રહેવાની જરુર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યુવક-યુવતીઓ, માલિકો પોતના કર્મચારીઓની જાસુસી કરાવતા હોય તેવુ સાંભળ્યું હશે.. પરંતુ ક્યારેય કોઈ માતા પિતાને પોતાના બાળકની જાસુસી કરાવતા હોય તેવુ સાંભળ્યું છે. ખરુ.. કદાચ નહી સાંભળ્યું હોય, પરંતુ આ હકિકત છે. અને તેનુ મુળ કારણ છે કે શુ તેમના બાળકો ડ્રગસના રવાડે ચડ્યા છે કે નહી.. તે જાણવા માટે માતા પિતા ડીટેક્ટીવ એટલે કે જાસુસ નો સંપર્ક કરે છે. અને આવી જાસુસી બાદ શુ સામે આવ્યું છે. તે જાણો અમારા આ ખાસ અહેવાલમાં..
ડ્રગ્સનુ દુષણ એટલુ ફેલાયુ છે કે હવે બાળકો પર માતા પિતા જ ભરોષો નથી રહ્યો..એવુ નથી કે બાળકો, માતા -પિતા ના કહ્યા માં કે કંટ્રોલમાં નથી, પરંતુ ઘરની બહાર અને કોલેજ કે સ્કુલ મા મિત્રો સાથે શુ કરે છે. તે જાણવા માટે હવે માતા પિતા ડેટેક્ટિવ એજન્સીઓનો સહારો લઈ રહ્યા છે. અને તેનુ એક માત્ર કારણ એ છે કે, શુ તેમનુ બાળક ડ્રગ્સ લઈ રહ્યુ છે કે નહી તે જાણવા માટે નો,. અને નવાઈ ની વાત તો એ છે કે એક વર્ષમાં 30 થી વધુ વાલીઓ માત્ર આ જ જાણવા માટે પોતાના જ બાળકોની જાસુસી કરાવે છે.
બાળકોની જાસુસી કરતા કેટલીક મહત્વની માહિતી પણ સામે આવી છે, કે ધોરણ 8-9 મા ભણતા વિદ્યાર્થીઓ મિત્રો સાથે મળી કુલ દેખાવાના ચક્કરમાં ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. અને આવા બાળકોના વર્તનમાં પણ સખ્ખત ફેરફાર આવે છે. જેમાં બાળકો ગુસ્સો કરે, ચિંતામાં સપડાઈ જાય, હસવા કે રડવા લાગે છે. અને આવા લક્ષણો માતા પિતાના ધ્યાને પણ આવતા હોય છે. જોકે બાળકોને ડ્રગ્સ આપનાર ની પણ જાસુસી કરી તેમની માહિતી પોલીસને આપી કેસ પણ કરાવ્યા હોવાનુ જાસુસો જણાવી રહ્યા છે..
ડ્રગ્સના રવાડે ચડેલા બાળકોને બચાવવા માટે સમયસર જાણ થવી જરુરી છે. બાળકો ડ્રગ્સના બંધાણી થાય તે પહેલા તેમને રોકી લેવામાં આવે તો આવા તેમની સ્થિતી બગડે તે પહેલા બચાવી પણ શકાય છે. અને પુરાવાના આધારે બાળકોના ભવિષ્ય પણ બચ્યા છે.. એટલે ડ્રગ્સના દુષણની સામે ન માત્ર સરકાર , કે સુરક્ષા એજન્સી પરંતુ હવે માતા પિતા એ પણ સતર્ક રહેવાની જરુર છે.