Ahmedabad: ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ 15 દિવસમાં પોલીસે 71 ગુનો નોંધ્યા

ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એક્શન ટેકન રિપોર્ટ સોંપાયો 1 થી 15 ઓગસ્ટ સુધી કરાયેલી કામગીરી નો અહેવાલ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધતી હોવાનો સ્વીકાર અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે અને આ મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતી હોવાનું હાઈકોર્ટે ટકોર કરી હતી. ટ્રાફિક પોલીસને સમસ્યા હળવી કરવા હુકમ કર્યો હતો. જે જોતાં ટ્રાફિક પોલીસે 1 ઓગસ્ટ, 2024 થી 15 ઓગસ્ટ 2024 સુધી 71 ગુના નોંધીને હાઈકોર્ટમાં કામગીરીનો અહેવાલ આપ્યો હતો. હાઇકોર્ટની ફટકાર બાદ કોર્ટમાં સરકારનો જવાબ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જે જોતાં હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. જે ટકોર બાદ પોલીસ વિભાગ દ્વારા એક્શન ટેકન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને 15 દિવસના અંતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 1 ઓગસ્ટ 2024 થી 15 ઓગસ્ટ 2024 સુધી કરાયેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો હતો. ટ્રાફિકની સમસ્યાનો પોલીસે સ્વીકાર કર્યો અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાનો ટ્રાફિક પોલીસનો કોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. સતત વધતી સમીક્ષાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલતું હોવાની ટ્રાફિક પોલીસે કબુલાત કરી હતી. 15 દિવસમાં પોલીસે ગેરકાયદે પાર્કિંગ બદલ 11,974 ગુના નોંધ્યા જેની સામે 60.09 લાખનો દંડ વસુલ્યો હતો. ગેરકાયદે પાર્કિંગ બદલ 3,338 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. જે બદલ 22,94,700 નો દંડ વસૂલ કરવામાં આવ્યો. જે પૈકી 236 ગુના નોંધવામાં આવ્યા. જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ નોંધવામાં આવ્યા છે.

Ahmedabad: ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ 15 દિવસમાં પોલીસે 71 ગુનો નોંધ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એક્શન ટેકન રિપોર્ટ સોંપાયો
  • 1 થી 15 ઓગસ્ટ સુધી કરાયેલી કામગીરી નો અહેવાલ
  • અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધતી હોવાનો સ્વીકાર

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે અને આ મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતી હોવાનું હાઈકોર્ટે ટકોર કરી હતી. ટ્રાફિક પોલીસને સમસ્યા હળવી કરવા હુકમ કર્યો હતો. જે જોતાં ટ્રાફિક પોલીસે 1 ઓગસ્ટ, 2024 થી 15 ઓગસ્ટ 2024 સુધી 71 ગુના નોંધીને હાઈકોર્ટમાં કામગીરીનો અહેવાલ આપ્યો હતો.

હાઇકોર્ટની ફટકાર બાદ કોર્ટમાં સરકારનો જવાબ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જે જોતાં હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. જે ટકોર બાદ પોલીસ વિભાગ દ્વારા એક્શન ટેકન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને 15 દિવસના અંતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 1 ઓગસ્ટ 2024 થી 15 ઓગસ્ટ 2024 સુધી કરાયેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો હતો.

ટ્રાફિકની સમસ્યાનો પોલીસે સ્વીકાર કર્યો

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાનો ટ્રાફિક પોલીસનો કોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. સતત વધતી સમીક્ષાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલતું હોવાની ટ્રાફિક પોલીસે કબુલાત કરી હતી. 15 દિવસમાં પોલીસે ગેરકાયદે પાર્કિંગ બદલ 11,974 ગુના નોંધ્યા જેની સામે 60.09 લાખનો દંડ વસુલ્યો હતો. ગેરકાયદે પાર્કિંગ બદલ 3,338 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. જે બદલ 22,94,700 નો દંડ વસૂલ કરવામાં આવ્યો. જે પૈકી 236 ગુના નોંધવામાં આવ્યા. જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ નોંધવામાં આવ્યા છે.