Ahmedabad: ચાંદખેડાની SMS હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગાને માર માર્યો, ગાર્ડ સામે પોલીસ એક્શન

Aug 17, 2026 - 22:00
Ahmedabad: ચાંદખેડાની SMS હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગાને માર માર્યો, ગાર્ડ સામે પોલીસ એક્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી જાણીતી SMS હોસ્પિટલ પરિસરમાં દર્દીના સગાં અને હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ વચ્ચે કમનસીબ મારામારીનો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં દર્દીને મળવા કે પ્રવેશવા બાબતે દર્દીના સગાં અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી.

અમદાવાદની હોસ્પિટલમાં મારામારીના દ્રશ્યો

જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દર્દીના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે સિક્યુરિટી ગાર્ડે આવેશમાં આવીને પોતાની પાસે રહેલા ડંડા વડે સગાં પર હુમલો કરી દીધો હતો અને માર માર્યો હતો. હોસ્પિટલ પરિસરમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીના સગાને માર મારવામાં આવી રહ્યો હોવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થયા હતા.

ચાંદખેડાની SMS હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગાને ફટકાર્યા

બનાવ બાદ દર્દીના સગાં કોઈ કાનૂની કે પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતા ન હતા.ઘટનાની ગંભીરતા અને જાહેરમાં શાંતિ ભંગ થતી જોઈને ચાંદખેડા પોલીસે વાયરલ વિડીયોને આધારે તપાસ હાથ ધરી હતી.પોલીસે વિડીયોના આધારે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનાર સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ અટકાયતી (Preventive) પગલાં ભરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Banaskantha: અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી દેશી બનાવટની પિસ્તોલ અને 13 જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0