Ahmedabad: ગોમતીપુરમાં રૂ.1 લાખની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ યુવકને છરાના ઘા માર્યા

Jul 1, 2025 - 01:00
Ahmedabad: ગોમતીપુરમાં રૂ.1 લાખની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ યુવકને છરાના ઘા માર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોમતીપુરમાં પરિવાર સાથે રહેતા યુવકને રૂપિયાની જરૂર પડતા બે વર્ષ અગાઉ એક શખ્સ પાસેથી ઉછીના રૂ. 1 લાખ લીધા હતા. યુવકે ધીમે ધીમે કરીને રૂપિયા ચૂકવતો હતો.

પરંતુ મુદત પૂરી થઇ ગયા છતાં થોડાઘણા રૂપિયા બાકી હોવાથી ઉછીના રૂપિયા આપનાર ત્રણેય શખ્સોએ ઉઘરાણી કરીને યુવક અને તેના ભાઈને છરાના ઘા ઝીક્યા હતા. આ અંગે યુવકે ત્રણેય શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.

ગોમતીપુરમાં રહેતા 40 વર્ષીય આસિફ્ખાન પઠાણ છૂટક મજૂરી કરે છે. તેમને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે કે આસિફ્ખાનના ભાઈ અશરફ્ખાને છોટા લાલની ચાલીમાં રહેતા ઇન્તેકાબ ઉર્ફે કાલુ ઐયુબ પાસેથી બે વર્ષ અગાઉ ઉછીના એક લાખ રૂપિયા લીધા હતા. જે પૈસા આસિફ્ખાન અને અશરફ્ ટુકડે ટુકડે કરીને આપતા હતા. પરંતુ થોડા રૂપિયા આપવાના બાકી હોવાથી બે દિવસ પહેલા ઇન્તેકાબ અને તેનો પુત્ર એતેસામ બંને ભેગા થઈને અશરફ્ના ઘરે રૂપિયાની ઉઘરાણી કરવા માટે આવ્યા અને ઘરની બહાર ઉભા રહીને ગાળો બોલી રહ્યા હતા. તેથી આસિફ્ તેના નાના ભાઈના ઘરે ગયો અને કહ્યું કે તારા પિતા જોડે રૂપિયા અંગેની વાતચીત થઇ ગઈ છે કહીને મામલો થાળે પડાવ્યો હતો. ત્યારબાદ ગત 29 જૂને અશરફખાનને રસ્તામાં રોક્યો અને બાકીના રૂપિયાની ક્યારે આપીશ કહીને મારામારી કરવા લાગ્યા હતા. ત્યારે આસિફખાન પહોંચી ગયો હતો. અને મામલો થાળે પડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમ્યાન ઇન્તેકાબ ઉર્ફે કાલુ મલેકે છરો કાઢીને આસિફખાન પર હુમલો કર્યો હતો. તેમજ એતેસામ અને અલમાસે લોખંડની પાઈપ અને લાકડાના ડંડાના ફ્ટકા મારીને બંને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે ઇન્તેકાબ ઉર્ફે કાળુ ઐયુબ મલેક, એતેસામ ઇન્તેકાબ ઉર્ફે કાળુ ઐયુબ મલેકઅને અલમાસ ઇન્તેકાબ ઉર્ફે કાલુ ઐયુબ મલેક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0