Ahmedabad : ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા, મિત્રોએ ભેગા મળી ઘાતકી કૃત્યને આપ્યો અંજામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે સામાન્ય બોલાચાલીમાં એક યુવકને તેના જ મિત્રો દ્વારા રહેંસી નાખવામાં આવ્યો. આ ઘટના બતાવે છે કે શહેરમાં હવે હત્યા તો સામાન્ય બનાવ બનવા લાગી છે. યુવકના પરિવારે કહ્યું કે તેના મિત્રોએ સમાધાનનું કહી બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યો અને પછી આ ઘાતકી કૃત્યને અંજામ આપ્યો.
ગળું દબાવી કરી હત્યા
ગઈકાલે રાત્રિના કેતન ગોહેલ નામનો યુવક પોતાના સિગારેટ પીવા જાઉં છું એવું કહીને ઘરેથી નીકળ્યો હતો અને થોડા સમયમાં જ તેના પરિવારને જાણ કરવા આવી કે કેતનની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે. આ યુવક ગત રાત્રિના તેના મિત્રો ધર્મેશ ઉર્ફે કાળિયો અને જગદીશ રાઠોડ ઉર્ફે જગ્ગુ સાથે તેના ઘરની નજીક તેમને મળવા ગયો હતો. ત્યાં મિત્રો વચ્ચે કોઈ મામલે બોલાચાલી થઈ હતી. દરમિયાન ત્રણ મિત્રો વધુ ક્રોધે ભરાયા અને મિત્ર કેતનની હત્યા કરી. ત્રણ મિત્રોએ અસ્ત્રા વડે કેતનનું ગળું રહેશી નાખ્યું હતું.
હત્યા કર્યા બાદ મિત્રો ફરાર
કેતન નામના યુવાનની હત્યા કર્યા બાદ આ ત્રણેય મિત્રો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મૃતકની પત્નીનો આરોપ છે કે તેના મિત્રોએ જૂની અદાવત રાખી તેને સમાધાન માટે બોલાવી ગળું દબાવી હત્યાને અંજામ આપ્યો. પોલીસ દ્વારા હત્યા થઈ હોવાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીઓ અંગે માહિતી મેળવી હતી.
ત્રણ આરોપીની ધરપકડ કરી
પોલીસે અલગ અલગ ટીમ બનાવી તમામ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.. પોલીસ એ આરોપીની પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ કબૂલાત કરી છે કે સામાન્ય બોલાચાલી થઇ હતી જે દરમિયાન જયેશને ગુસ્સો આવ્યો હતો અને કેતનની હત્યા કરી દીધી હતી..મૃતક અને આરોપીઓ છૂટક મજૂરી કરે છે અને અગાઉ તમામને સામાન્ય ઝગડાઓ પણ થયા હતા. હાલમાં પોલીસે તમામ ત્રણ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ માટે કાર્યવાહી શરૂ કરી.
What's Your Reaction?






