Ahmedabad: ખોખરાથી CTM સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ, કુબેરનગર અંડરપાસ બંધ કરાયો

Jun 25, 2025 - 22:00
Ahmedabad: ખોખરાથી CTM સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ, કુબેરનગર અંડરપાસ બંધ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે હાટકેશ્વર સર્કલ બે કલાકમાં જ બેટમાં ફેરવાયું છે. ખોખરા હાઉસિંગ બોર્ડમાં વરસાદી પાણી ભરાયા છે. અનેક સોસાયટી અને ચાલીઓમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે. ખોખરાથી CTM સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી છે. અમદાવાદના પુનિતનગર ક્રોસિંગ પાસે કેડસમા પાણી ભરાઈ ગયાં છે. પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને પરેશાની થઈ છે. વરસાદને કારણે કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હોવાથી બંધ કરવામાં આવ્યો છે.

કુબેરનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો

અમદાવાદના મણિનગરમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. ખોખરા, મણિનગર, જમાલપુર, વસ્ત્રાલ, બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, એલિસબ્રિજ, નરોડા, કુબેરનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે.પાણી ભરાતા કુબેરનગર અંડરપાસ બંધ કરાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. અનેક સોસાયટીઓ અને ચાલીઓમાં પાણી ભરાઈ ગયાં છે.

વરસાદને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો

શહેરના મણિનગર અને કાંકરિયા, રાણીપ, વાડજ, નરોડા, બાપુનગર, નરોડા, વટવા, જશોદાનગર, વિરાટનગર, રામોલ, હાથીજણ, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેરના આંબેડકર ઓવરબ્રિજ પર વરસાદને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં અનેક વાહનો ફસાયા હતાં. નિકોલના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ટ્રાફિકમાં વાહનો ફસાયા હતાં.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0