Ahmedabad: ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા “ગુજરાત ગુણવત્તા સંકલ્પ”નું કરશે આયોજન

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા “ગુજરાત ગુણવત્તા સંકલ્પ”નું આયોજનગુણવત્તા પહેલ યુપી, ઓડિશા અને ગુવાહાટીમાં સફળ રીતે પૂર્ણ થઈ ગુણવત્તાના પૈડાં પર ગુજરાતને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું લક્ષ્ય ભારત સરકાર દ્વારા સ્થપાયેલ સ્વાયત્ત સંસ્થા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) “ગુજરાત ગુણવત્તા સંકલ્પ”નું આયોજન કરી રહી છે. જે ગુજરાતમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક ગુણવત્તાના હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઈવેન્ટનો ઉદ્દેશ્ય શિક્ષણ અને કૌશલ્ય, આરોગ્યસંભાળ, ઈ-કોમર્સ, ઉદ્યોગો અને MSME, પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત, સમાજિક વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોને પુનઃવ્યાખ્યાયિત કરવાનો છે. ગુણવત્તા સંકલ્પએ એક લક્ષિત રાજ્ય જોડાણની પહેલ ગુણવત્તા સંકલ્પએ એક લક્ષિત રાજ્ય જોડાણની પહેલ છે, જેમાં QCI તેમની વૃદ્ધિ વાર્તાને સમગ્ર ભારતમાં ગુણવત્તાયુક્ત ચળવળમાં એકીકૃત કરવા, તેમજ વિકાસલક્ષી ઉદ્દેશ્યોમાં મદદ કરવા માટે રાજ્યો સાથે સહયોગ કરે છે. તે સરકાર અને ઉદ્યોગમાં હિતધારકોને એકસાથે લાવવા, અડચણોને દૂર કરવા, કાર્યક્ષમ લક્ષ્યોને ઓળખવા અને ગુણવત્તાની ઈકોસિસ્ટમ બનાવવા માટે રાજ્યલક્ષી રોડમેપ બનાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. ગુણવત્તા પહેલ યુપી, ઓડિશા અને ગુવાહાટીમાં સફળ રીતે પૂર્ણ થઈ ચૂકી છે. QCIના ચેરપર્સન જક્ષય શાહે જણાવ્યું હતું કે, “ગુજરાત માત્ર સૌથી ઝડપથી વિકસતું રાજ્ય નથી, પરંતુ ઔદ્યોગિકરણ, જીવનની ગુણવત્તા અને અન્ય ઘણા માપદંડો પર અગ્રેસર છે. ગુજરાત ગુણવત્તા સંકલ્પ દ્વારા અમારો ઉદ્દેશ્ય ગુણવત્તાને ગુજરાતના પાયાનો આધાર બનાવવાનો છે. દિવસભરના સત્રમાં જીવનની ગુણવત્તા, ઉદ્યોગ સંબંધિત શિક્ષણ અને કૌશલ્ય, સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ, ગુજરાતમાં ભાવિ ઉદ્યોગ અને MSME , ગુજરાતમાં ઈ-કોમર્સનું પરિવર્તન, પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત, કે જે ગુજરાત માટે ગુણવત્તા આધારિત ભવિષ્યને આકાર આપશે તેવા વિષયો પર પ્રેરણાદાયી ચર્ચાઓ થશે. સાથે મળીને, અમે ગુણવત્તાના પૈડાં પર ગુજરાતને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું લક્ષ્ય રાખીએ છીએ.” 11 જુલાઈએ યોજાશે કાર્યકમ ગુજરાત ગુણવત્તા સંકલ્પ 11 જુલાઇ (ગુરૂવાર)ના રોજ યોજાશે. ઉદ્ધાટન સત્ર “ઇન્ક્લુસિવ, હોલિસ્ટિક, સસ્ટેનેબલ ગ્રોથઃ ક્વોલિટી લાઇફ એસ ધ ગાયડિંગ કંપસ વિષય પર રહેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, રાજ્યમંત્રી જગદીશ પંચાલ, ઉદ્યોગ સચિવ એસ.જે.હૈદર, મુખ્ય પ્રધાનના સલાહકાર એસ.એસ.રાઠોડ, QCI ચેરપર્સન જક્ષય શાહ, QCI મહાસચિવ ચક્રવર્તી ટી કન્નન, QCIના મુખ્ય સલાહકાર હેમગૌરી ભંડારી, ASSOCHAM ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ ચિંતન ઠાકર, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના પ્રમુખ અજય પટેલ, ક્રેડાઈના પ્રમુખ શેખર પટેલ, FICCI ગુજરાતના સ્ટેટ કાઉન્સિલ ચેરમેન રાજીવ ગાંધી અને એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક CMD સંદિપ એન્જિનિયર હાજર રહેશે. ગુજરાત ગુણવત્તા સંકલ્પનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની ગુણવત્તાયુક્ત પહેલમાં હસ્તક્ષેપ કરી તેને સમર્થન આપીને તેને વધારવાનો છે, પાયાના સ્તરે ગુણવત્તાને સ્થાપિત કરવાનો છે અને અમૃત કાળમાં વિકસિત ગુજરાત માટે સર્વગ્રાહી ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે. અલગ અલગ મુદ્દાઓ પર થશે ચર્ચા દિવસભર ચાલનારી ઈવેન્ટમાં ગુજરાતમાં શિક્ષણ અને કૌશલ્ય, પોષણક્ષમ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ, ઉદ્યોગ અને MSMEનું ભવિષ્ય, લક્ષ્યાંકિત મૂલ્યવૃદ્ધિ દ્વારા ઈ-કોમર્સનું પરિવર્તન, ગુજરાતને પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમતનું વૈશ્વિક હબ બનાવવા અને રાજ્યના ગુણવત્તાલક્ષી રોડમેપ વિષયક સત્રો પણ રજૂ કરવામાં આવશે. મંત્રી અને અમલદારો સહિત વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગ પ્રતિવિધિઓ પણ આ સત્રમાં ભાગ લેશે. QCIની સ્થાપના કેન્દ્ર સરકાર અને ઉદ્યોગના સમર્થન અને સ્વતંત્ર સ્વાયત સંસ્થા તરીકે PPP મોડલ પર માન્યતા સાથે રાષ્ટ્રીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી, જેનું પ્રતિનિધિત્વ ત્રણ અગ્રણી ઉદ્યોગ સંગઠનો ASSOCHAM, CII અને FICCI દ્વારા કરવામાં આવે છે. QCIની સ્થાપના ઉત્પાદનો, સેવાઓ અને પ્રક્રિયાઓના સ્વતંત્ર થર્ડ પાર્ટી મૂલ્યાંકન માટે એક મિકેનિઝન બનાવવા માટે કરવામાં આવી છે, અને શિક્ષણ આરોગ્યસંભાળ, પર્યાવરણ સંરક્ષણ, શાસન, સામાજિક ક્ષેત્રે ગુણવત્તાના ધોરણોના પ્રચાર અને પાલન કરવામાં રાષ્ટ્રીય સ્તરે મુખ્ય ભૂમિકા ભજવે છે. સામાજિક ક્ષેત્રે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષેત્રો કે જે લોકોના જીવનની ગુણવત્તા અને સુખાકારીને સુધારવામાં નોંધપાત્ર અસર કરે છે.

Ahmedabad: ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા “ગુજરાત ગુણવત્તા સંકલ્પ”નું કરશે આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા “ગુજરાત ગુણવત્તા સંકલ્પ”નું આયોજન
  • ગુણવત્તા પહેલ યુપી, ઓડિશા અને ગુવાહાટીમાં સફળ રીતે પૂર્ણ થઈ
  • ગુણવત્તાના પૈડાં પર ગુજરાતને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું લક્ષ્ય

ભારત સરકાર દ્વારા સ્થપાયેલ સ્વાયત્ત સંસ્થા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) “ગુજરાત ગુણવત્તા સંકલ્પ”નું આયોજન કરી રહી છે. જે ગુજરાતમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક ગુણવત્તાના હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઈવેન્ટનો ઉદ્દેશ્ય શિક્ષણ અને કૌશલ્ય, આરોગ્યસંભાળ, ઈ-કોમર્સ, ઉદ્યોગો અને MSME, પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત, સમાજિક વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોને પુનઃવ્યાખ્યાયિત કરવાનો છે.

ગુણવત્તા સંકલ્પએ એક લક્ષિત રાજ્ય જોડાણની પહેલ

ગુણવત્તા સંકલ્પએ એક લક્ષિત રાજ્ય જોડાણની પહેલ છે, જેમાં QCI તેમની વૃદ્ધિ વાર્તાને સમગ્ર ભારતમાં ગુણવત્તાયુક્ત ચળવળમાં એકીકૃત કરવા, તેમજ વિકાસલક્ષી ઉદ્દેશ્યોમાં મદદ કરવા માટે રાજ્યો સાથે સહયોગ કરે છે. તે સરકાર અને ઉદ્યોગમાં હિતધારકોને એકસાથે લાવવા, અડચણોને દૂર કરવા, કાર્યક્ષમ લક્ષ્યોને ઓળખવા અને ગુણવત્તાની ઈકોસિસ્ટમ બનાવવા માટે રાજ્યલક્ષી રોડમેપ બનાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. ગુણવત્તા પહેલ યુપી, ઓડિશા અને ગુવાહાટીમાં સફળ રીતે પૂર્ણ થઈ ચૂકી છે.

QCIના ચેરપર્સન જક્ષય શાહે જણાવ્યું હતું કે, “ગુજરાત માત્ર સૌથી ઝડપથી વિકસતું રાજ્ય નથી, પરંતુ ઔદ્યોગિકરણ, જીવનની ગુણવત્તા અને અન્ય ઘણા માપદંડો પર અગ્રેસર છે. ગુજરાત ગુણવત્તા સંકલ્પ દ્વારા અમારો ઉદ્દેશ્ય ગુણવત્તાને ગુજરાતના પાયાનો આધાર બનાવવાનો છે. દિવસભરના સત્રમાં જીવનની ગુણવત્તા, ઉદ્યોગ સંબંધિત શિક્ષણ અને કૌશલ્ય, સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ, ગુજરાતમાં ભાવિ ઉદ્યોગ અને MSME , ગુજરાતમાં ઈ-કોમર્સનું પરિવર્તન, પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત, કે જે ગુજરાત માટે ગુણવત્તા આધારિત ભવિષ્યને આકાર આપશે તેવા વિષયો પર પ્રેરણાદાયી ચર્ચાઓ થશે. સાથે મળીને, અમે ગુણવત્તાના પૈડાં પર ગુજરાતને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

11 જુલાઈએ યોજાશે કાર્યકમ

ગુજરાત ગુણવત્તા સંકલ્પ 11 જુલાઇ (ગુરૂવાર)ના રોજ યોજાશે. ઉદ્ધાટન સત્ર “ઇન્ક્લુસિવ, હોલિસ્ટિક, સસ્ટેનેબલ ગ્રોથઃ ક્વોલિટી લાઇફ એસ ધ ગાયડિંગ કંપસ વિષય પર રહેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, રાજ્યમંત્રી જગદીશ પંચાલ, ઉદ્યોગ સચિવ એસ.જે.હૈદર, મુખ્ય પ્રધાનના સલાહકાર એસ.એસ.રાઠોડ, QCI ચેરપર્સન જક્ષય શાહ, QCI મહાસચિવ ચક્રવર્તી ટી કન્નન, QCIના મુખ્ય સલાહકાર હેમગૌરી ભંડારી, ASSOCHAM ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ ચિંતન ઠાકર, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના પ્રમુખ અજય પટેલ, ક્રેડાઈના પ્રમુખ શેખર પટેલ, FICCI ગુજરાતના સ્ટેટ કાઉન્સિલ ચેરમેન રાજીવ ગાંધી અને એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક CMD સંદિપ એન્જિનિયર હાજર રહેશે.

ગુજરાત ગુણવત્તા સંકલ્પનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની ગુણવત્તાયુક્ત પહેલમાં હસ્તક્ષેપ કરી તેને સમર્થન આપીને તેને વધારવાનો છે, પાયાના સ્તરે ગુણવત્તાને સ્થાપિત કરવાનો છે અને અમૃત કાળમાં વિકસિત ગુજરાત માટે સર્વગ્રાહી ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે.

અલગ અલગ મુદ્દાઓ પર થશે ચર્ચા

દિવસભર ચાલનારી ઈવેન્ટમાં ગુજરાતમાં શિક્ષણ અને કૌશલ્ય, પોષણક્ષમ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ, ઉદ્યોગ અને MSMEનું ભવિષ્ય, લક્ષ્યાંકિત મૂલ્યવૃદ્ધિ દ્વારા ઈ-કોમર્સનું પરિવર્તન, ગુજરાતને પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમતનું વૈશ્વિક હબ બનાવવા અને રાજ્યના ગુણવત્તાલક્ષી રોડમેપ વિષયક સત્રો પણ રજૂ કરવામાં આવશે. મંત્રી અને અમલદારો સહિત વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગ પ્રતિવિધિઓ પણ આ સત્રમાં ભાગ લેશે.

QCIની સ્થાપના કેન્દ્ર સરકાર અને ઉદ્યોગના સમર્થન અને સ્વતંત્ર સ્વાયત સંસ્થા તરીકે PPP મોડલ પર માન્યતા સાથે રાષ્ટ્રીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી, જેનું પ્રતિનિધિત્વ ત્રણ અગ્રણી ઉદ્યોગ સંગઠનો ASSOCHAM, CII અને FICCI દ્વારા કરવામાં આવે છે. QCIની સ્થાપના ઉત્પાદનો, સેવાઓ અને પ્રક્રિયાઓના સ્વતંત્ર થર્ડ પાર્ટી મૂલ્યાંકન માટે એક મિકેનિઝન બનાવવા માટે કરવામાં આવી છે, અને શિક્ષણ આરોગ્યસંભાળ, પર્યાવરણ સંરક્ષણ, શાસન, સામાજિક ક્ષેત્રે ગુણવત્તાના ધોરણોના પ્રચાર અને પાલન કરવામાં રાષ્ટ્રીય સ્તરે મુખ્ય ભૂમિકા ભજવે છે. સામાજિક ક્ષેત્રે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષેત્રો કે જે લોકોના જીવનની ગુણવત્તા અને સુખાકારીને સુધારવામાં નોંધપાત્ર અસર કરે છે.