Ahmedabad: કોરોનાનો કેરઃ સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર પણ ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં

May 31, 2025 - 01:00
Ahmedabad: કોરોનાનો કેરઃ સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર પણ ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં કોરોનાની ફરી એક વાર ફુંફાડો માર્યો છે. અમદાવાદમાં ગુરુવાર સુધીની સ્થિતિ પ્રમાણે સૌથી વધુ 145 કેસ નોંધાયા છે.

સિવિલ હોસ્પિટલમાં 8 માસની બાળકીનો કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, આ બાળકીની અત્યારે ઓક્સિજન સહારે સારવાર ચાલી રહી છે, આ સિવાય સિવિલમાં અન્ય બે દર્દી દાખલ છે. આ સ્થિતિને જોતા સિવિલ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દીધો છે, પરંતુ બીજી તરફ આ જ કેમ્પસમાં કોરોનાકાળ વખતે ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો જે હાલ બંધ હોવાનું તેમજ તદ્દન બિસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ જગ્યાનો ગાદલાં સૂકવવા માટે ઉપયોગ કરી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0