Ahmedabad: કાલુપુર ચોખા બજાર પાસે ફૂટપાથ પર સૂઇ રહેલા યુવકને AMCના ડમ્પરચાલકેકચડી નાખતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં કાલુપુર ચોખા બજાર પાસે ફૂટપાથ પર સૂઇ રહેલા યુવક પર એએમસી ડમ્પરચાલકે ચઢાવી દેતા મોત નિપજ્યું હતું. તેમજ વસ્ત્ર્રાલમાં રિક્ષાચાલકે ચાલતા જતા વૃદ્ધને અડફેટે લેતા મોત થયું હતું.
મૂળ પાટણના અને હાલમાં વસ્સ્ત્રાલમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડની નોકતી કરતા 65 વર્ષીય જ્યંતીભાઇ બારોટ ગત 17 ઓગસ્ટે વસ્ત્રાલ તળાવ પાસે ચાલતા જતા હતા ત્યારે પુરઝડપે આવી રહેલા અજાણ્યા રિક્ષાચાલકે જ્યંતીભાઇને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોચતા બેભાન થઇ ગયા હતા. અકસ્માત બાદ રિક્ષાચાલક ફ્રાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત જ્યંતીભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્રે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષાચાલક સામે ગુનો નોંધાવ્યો છે. બીજા બનાવમાં કાલુપુર ચોખાબજાર પાસે ફૂટપાથ પર 37 વર્ષીય ભુપેન્દ્રરસિંગ રાઘવ રહેતો હતો. જેમાં ગત 26 ઓગસ્ટે રાત્રીના સમયે તે સુરજ ટ્રેડર્સ નામની દુકાન પાસે ફૂટપાથ પર સૂતો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલા એએમસીના ડમ્પરચાલકે તેના પગ પર ચઢાવી દેતા તેને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થતા ડમ્પરચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત ભુપેન્દ્રસિંગને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે એફ્ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફ્રાર ડમ્પરચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
What's Your Reaction?






