Ahmedabad : એરપોર્ટ પરથી કંબોડિયાથી આવેલા મુસાફર પાસેથી 1.93 કરોડનું સોનું અને સિગારેટ ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત દાણચોરીની ઘટના સામે આવી છે. SVPI એરપોર્ટ પરથી સોનું અને સિગારેટની દાણચોરી ઝડપાઈ છે. એરપોર્ટના ટોયલેટમાંથી સોનાની પેસ્ટના 2 પાઉચ મળી આવ્યા છે. આ સોનાની પેસ્ટનું શુદ્ધિકરણ કરતા 1.93 કરોડનું સોનુ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કંબોડિયાથી આવેલા મુસાફર પાસેથી સિગારેટ મળી આવી છે. બેગમાં રાખવામાં આવેલી 52,400 સિગારેટ સ્ટીક મળી આવતા કસ્ટમ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
9 ઓગસ્ટે પણ દુબઈથી આવેલા મુસાફર પાસેથી 78 લાખનું સોનું ઝડપાયું હતું
તમને જણાવી દઈએ કે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના કેસ સામે આવવા હવે જાણે કે સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. 9 ઓગસ્ટે દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટ એટલેકે AIUએ 750.70 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની કિંમત અંદાજે રૂપિયા 78 લાખની ગણવામાં આવી હતી. આરોપી મુસાફરે સોનાના બિસ્કિટ છુપાવવા માટે એક અનોખી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ મુસાફરે સોનાના બિસ્કિટને તેના મોજામાં છુપાવ્યા હતા. પરંતુ એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટની ચાંપતી નજરથી તે બચી શક્યો નહોતો. એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી હતી. જેના કારણે સોનાની દાણચોરીના આવા અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
અગાઉ પણ 37 લાખનું સોનું જપ્ત કરાયું હતું
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર અવારનવાર નાની મોટી માત્રામાં દાણચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા મહિનાઓ પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર એક દાણચોર મહિલા પકડાઈ હતી. જે જેદ્દાહથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં 37 લાખ રૂપિયાનું સોનું લઈને એરપોર્ટ પર ઉતરી હતી અને ઉતરતાની સાથે જ તેને ઝડપી લેવામાં આવી હતી. એર ઈન્ટેલિજન્સ યુનિટે દાણચોર મહિલાને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
What's Your Reaction?






