Ahmedabad એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ હતી.અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છેલ્લા બે મહિનામાં અવરનવાર ફ્લાઇટને બોમથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. આમ તો દેશભરમાં છેલ્લા બે મહિનામાં 100 કરતાં પણ વધુ ફ્લાઈટને આ પ્રકારની ખોટી ધમકી મળી ચૂકી છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કામે ગાલી હતી. અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જેમાં જેદ્દાહથી અમદાવાદ આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ ફલાઇટમાં ચકાસણી હાથ ધરી હતી. ફલાઇટમાં ચકાસણી બાદ શંકાસ્પદ કશું ન મળતાં સુરક્ષા એજન્સીઓએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક પોલીસ, સુરક્ષા એજન્સીઓ તેમજ ફાયર વિભાગે ઘટનાના પગલે એરપોર્ટ પર બેઠક કરી છે. ધમકીને પગલે એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે.
![Ahmedabad એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ](https://epapercdn.sandesh.com/images/2025/02/10/5ZTvP8XGIzvhU1AGUe47Eia2gwiEwhM2wXy5qvaq.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ હતી.
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છેલ્લા બે મહિનામાં અવરનવાર ફ્લાઇટને બોમથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. આમ તો દેશભરમાં છેલ્લા બે મહિનામાં 100 કરતાં પણ વધુ ફ્લાઈટને આ પ્રકારની ખોટી ધમકી મળી ચૂકી છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કામે ગાલી હતી.
અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જેમાં જેદ્દાહથી અમદાવાદ આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ ફલાઇટમાં ચકાસણી હાથ ધરી હતી. ફલાઇટમાં ચકાસણી બાદ શંકાસ્પદ કશું ન મળતાં સુરક્ષા એજન્સીઓએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક પોલીસ, સુરક્ષા એજન્સીઓ તેમજ ફાયર વિભાગે ઘટનાના પગલે એરપોર્ટ પર બેઠક કરી છે. ધમકીને પગલે એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે.