Ahmedabad: એક્ટિવા અહીંયા પાર્ક કરાશે' ચેરમેનને ડિસમિસના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો

Sep 30, 2025 - 01:00
Ahmedabad: એક્ટિવા અહીંયા પાર્ક કરાશે' ચેરમેનને ડિસમિસના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વટવામાં એક્ટિવા પાર્ક કરવા જેવી બાબતમાં બે ભાઈઓએ સોસાયટીના ચેરમેનને ડિસમીસના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

તેમજ અન્ય સભ્યને માર માર્યો હતો. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે ગુનો નોધીને તેમની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વટવામાં રહેતા તુલસીરામ ભદાણે સાંઈનાથ સોસાયટીમાં ચેરમેન તરીકે કાર્યભાર સંભાળે છે. વરસાદના લીધે સોસાયટીના ગ્રાઉન્ડમાં માતાજી મંડપમાં પાણી ભરાઈ ગયુ હોવાથી ચેરમેન તુલસીરામ અને અન્ય સભ્યો પાણી કાઢવાનુ કામકાજ કરતા હતા. ત્યારે સોસાયટીમાં ભાડેથી મકાન રાખીને રહેતા રૂષભ તિવારી એકટીવા લઈને આવ્યો અને મંડપની બાજુમાં એકટીવા પાર્ક કરીને ઉભો રહ્યો હતો. જેથી ચેરમેન અને મિત ભાવસારે એકટીવા સાઇડમાં પાર્ક કરવાનું કહેતા ઋષભે ધમકી આપીને કહ્યું કે એકટીવા અહીંયા જ રહેશે તેવી ધમકી આપી હતી. બાદમાં ઋષભે ઉશ્કેરાઇને ડીસમીસ કાઢીને ચેરમેનને ઉપરા છાપરી ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી મિત વચ્ચે પડતા ઋષભે મિતને પણ ડીસમીસના ઘા ઝીંકી દીધા હતા. આ દરમ્યાન ઋષભનો ભાઈ સૌરભ તિવારી આવ્યો અને ચેરમેન અને મિતને માર માર્યો હતો.

બીજી તરફ્ ઘાયલ તુલસીરામ અને મિત ભાવસારને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે તુલસીરામે વટવા પોલીસ સ્ટેશનમાં ઋષભ અને સૌરભ તિવારીસામે ફરીયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0