Ahmedabad :ઉદ્યોગોનું ટ્રીટ કરેલું પાણી ખેડૂતો કરતાં ઉદ્યોગોને પાછું આપી શકાય કેમ?:HC

સાબરમતી નદીના પાણીથી ઉગાડાતાં શાકભાજીથી જોખમ મુદ્દે HCનો સવાલસીઈપીટીના ટ્રીટ કરેલા પાણી ઉદ્યોગોને આપવા અંગે અભ્યાસ થયો નથી હાઇકોર્ટે સાબરમતી નદીમાં છોડવામાં આવતાં પ્રદૂષિત પાણીને લઇ ચિંતા વ્યકત કરી સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે એવું સૂચન કર્યું હતું કે, ઔદ્યોગિક એકમો દ્વારા ટ્રીટ કરી સાબરમતી નદીમાં છોડાતુ પાણી જો તેમને જ પાછુ આપી શકાય કે કેમ? જો કે, જીપીસીબીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ મુદ્દે કંઇ વિચારાયુ નથી કે, અભ્યાસ થયો નથી. હાઇકોર્ટે સાબરમતી નદીમાં છોડવામાં આવતાં પ્રદૂષિત પાણીને લઇ ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આવા પાણીમાં ભારે ધાતુઓ હોવાથી ખેડૂતો તેને ખેતીમાં વાપરે છે. ખોરાક સ્વરૂપે ફ્રીથી આપણા લોકો પાસે આવે છે. જેનાથી અનેક પ્રકારના રોગો અને કેન્સર પણ થાય છે. જીપીસીબી તરફ્થી જણાવાયું હતુ કે, ડાઈંગ ઇન્ડસ્ટ્રીઝના કારણે પાણી કલરવાળુ આવતું હોય છે. જો કે, હવે તેઓ બાયોડીગ્રેડેબલ કલર વાપરતા થયા છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, જો કલર નોન બાયોડિગ્રેડબલ હોય તો તે આરોગ્યને નુકસાનકારક જ છે. જીપીસીપીએ કોર્ટને જણાવ્યું હતું કે, સાત સીઇટીપી નોર્મ્સ મુજબ કામ કરી રહ્યા છે., જેમાંથી છ માં ઓનલાઇન મોનિટરિંગ સીસ્ટમ છે.

Ahmedabad :ઉદ્યોગોનું ટ્રીટ કરેલું પાણી ખેડૂતો કરતાં ઉદ્યોગોને પાછું આપી શકાય કેમ?:HC

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરમતી નદીના પાણીથી ઉગાડાતાં શાકભાજીથી જોખમ મુદ્દે HCનો સવાલ
  • સીઈપીટીના ટ્રીટ કરેલા પાણી ઉદ્યોગોને આપવા અંગે અભ્યાસ થયો નથી
  • હાઇકોર્ટે સાબરમતી નદીમાં છોડવામાં આવતાં પ્રદૂષિત પાણીને લઇ ચિંતા વ્યકત કરી

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે એવું સૂચન કર્યું હતું કે, ઔદ્યોગિક એકમો દ્વારા ટ્રીટ કરી સાબરમતી નદીમાં છોડાતુ પાણી જો તેમને જ પાછુ આપી શકાય કે કેમ?

જો કે, જીપીસીબીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ મુદ્દે કંઇ વિચારાયુ નથી કે, અભ્યાસ થયો નથી. હાઇકોર્ટે સાબરમતી નદીમાં છોડવામાં આવતાં પ્રદૂષિત પાણીને લઇ ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આવા પાણીમાં ભારે ધાતુઓ હોવાથી ખેડૂતો તેને ખેતીમાં વાપરે છે. ખોરાક સ્વરૂપે ફ્રીથી આપણા લોકો પાસે આવે છે. જેનાથી અનેક પ્રકારના રોગો અને કેન્સર પણ થાય છે. જીપીસીબી તરફ્થી જણાવાયું હતુ કે, ડાઈંગ ઇન્ડસ્ટ્રીઝના કારણે પાણી કલરવાળુ આવતું હોય છે. જો કે, હવે તેઓ બાયોડીગ્રેડેબલ કલર વાપરતા થયા છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, જો કલર નોન બાયોડિગ્રેડબલ હોય તો તે આરોગ્યને નુકસાનકારક જ છે. જીપીસીપીએ કોર્ટને જણાવ્યું હતું કે, સાત સીઇટીપી નોર્મ્સ મુજબ કામ કરી રહ્યા છે., જેમાંથી છ માં ઓનલાઇન મોનિટરિંગ સીસ્ટમ છે.