Ahmedabad : ઈન્સ્ટાગ્રામની માયાજાળ, ગોંડલથી કલકત્તા ભાગતી સગીરાને ટ્રેનમાંથી પોલીસે ઉતારી, કલાકોમાં દિલધડક રેસ્ક્યુ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સોશિયલ મીડિયાના યુગમાં બાળકો કેવી રીતે અજાણ્યા લોકોની જાળમાં ફસાઈ રહ્યા છે, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલની એક 15 વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામ પર કલકત્તાના એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવ્યા બાદ ઘર છોડીને ભાગી નીકળી હતી. જોકે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ત્વરિત કાર્યવાહીના જોરે ગણતરીના કલાકોમાં આ સગીરાને ટ્રેનમાંથી શોધી કાઢી સુરક્ષિત રેસ્ક્યુ કરી છે.
ઘરેથી કલકત્તા જવા રવાના થઈ
ઘટનાની વિગત મુજબ, ગોંડલની આ 15 વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવી ગઈ હતી અને તેના કહેવાથી કોઈને કહ્યા વગર ઘરેથી કલકત્તા જવા રવાના થઈ હતી. પરિવારજનોએ સગીરા ગુમ થયાની જાણ કરતા જ એલસીબી અને રેલવે પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે સગીરાના મોબાઈલ લોકેશન અને સોશિયલ મીડિયા એકાઉન્ટનું ટેકનિકલ સર્વેલન્સ કરતા ચોક્કસ લીડ મળી હતી કે તે ટ્રેન મારફતે રાજ્ય બહાર જવાની ફિરાકમાં છે.
કાલુપુર રેલ્વે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
માહિતી મળતા જ અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એલસીબી અને રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી ટ્રેનના કોચમાં તપાસ કરી હતી, જ્યાંથી આ સગીરા મળી આવી હતી. પોલીસની સમયસૂચકતાને કારણે એક મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી. સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ બાળકીને સલામત રીતે આણંદ જીઆરપી ને સોંપવામાં આવી છે. પોલીસે હાલ આ મામલે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ તપાસ તેજ કરી છે અને વાલીઓને પોતાના બાળકોના સોશિયલ મીડિયા વપરાશ પર નજર રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો--- Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

