Ahmedabad: અલગ-અલગ તળાવમાં લગાવેલા STP પ્લાન્ટ બંધ હાલતમાં, કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ

તંત્રનો STP પ્લાન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખોટો ખર્ચઅલગ અલગ તળાવમાં લગાવવામાં આવેલા STP પ્લાન્ટ બંધ હાલતમાં પ્લાન્ટ બંધ હોવાના કારણે વરસાદી પાણી શુદ્ધ થઈ શકતા નથી શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધધધ રૂપિયા STP પ્લાન્ટ પાછળ ખર્ચ કરે છે પણ તે ખર્ચ ખોટો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો શહેરમાં જ સામે આવ્યા છે. શહેરમાં લાખો રૂપિયા ખર્ચ કરી STP પ્લાન્ટ બનાવવામાં આવ્યા અમદાવાદ શહેરમાં લાખો રૂપિયા ખર્ચ કરી STP પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી વરસાદી પાણીને શુદ્ધ કરી તેને તળાવ અને સાબરમતી નદીમાં છોડી શકાય, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અનેક STP પ્લાન્ટ બંધ હોવાનું સામે આવ્યું છે. જેથી વરસાદ વરસવા છતાં તળાવમાં પાણી ભરાતા નથી. અલગ અલગ તળાવમાં લગાવવામાં આવેલા STP પ્લાન્ટ બંધ હાલતમાં શહેરમાં માલવ તળાવ, પ્રહલાદનગર તળાવ, વસ્ત્રાપુર તળાવ સહિતના અલગ અલગ તળાવમાં લગાવવામાં આવેલા STP પ્લાન્ટ બંધ હાલતમાં છે. આ પ્લાન્ટ બંધ હોવાના કારણે વરસાદી પાણી શુદ્ધ થઈ શકતા નથી, જેથી તેને તળાવમાં છોડી શકાય નહીં, જો આ પાણી સીધુ જ છોડવામાં આવે તો એ ગંદા પાણીમાં મચ્છર ફેલાવવાનો ભય રહેલો છે, જેથીએ ગંદા પાણી સીધા જ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યા છે. અમદાવાદના 19 અંડરપાસમાં બૂમ બેરિકેટ લગાવવામાં આવશે શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિકેટ લગાવવામાં આવશે, ચોમાસામાં જ્યારે અંડરપાસમાં પાણી ભરાઈ જશે, ત્યારે ઓટોમેટિક બેરિકેટિંગ થઈ જશ અને લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવશે. સેન્સર સિસ્ટમ દ્વારા ઓટોમેટિક બૂમ બેરીકેટિંગ કામ કરશે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અખબાર નગર અંડરપાસમાં બૂમ બેરિકેટ લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં થોડી માત્રામાં ભારે વરસાદ ખાબકે એટલે સૌથી પહેલા જ શહેરના અંડરપાસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે હવે આ સમસ્યાને લઈને શહેરના અંડરપાસમાં બૂમ બેરિકેટ લાગશે.  

Ahmedabad: અલગ-અલગ તળાવમાં લગાવેલા STP પ્લાન્ટ બંધ હાલતમાં, કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તંત્રનો STP પ્લાન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ
  • અલગ અલગ તળાવમાં લગાવવામાં આવેલા STP પ્લાન્ટ બંધ હાલતમાં
  • પ્લાન્ટ બંધ હોવાના કારણે વરસાદી પાણી શુદ્ધ થઈ શકતા નથી

શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધધધ રૂપિયા STP પ્લાન્ટ પાછળ ખર્ચ કરે છે પણ તે ખર્ચ ખોટો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો શહેરમાં જ સામે આવ્યા છે.

શહેરમાં લાખો રૂપિયા ખર્ચ કરી STP પ્લાન્ટ બનાવવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં લાખો રૂપિયા ખર્ચ કરી STP પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી વરસાદી પાણીને શુદ્ધ કરી તેને તળાવ અને સાબરમતી નદીમાં છોડી શકાય, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અનેક STP પ્લાન્ટ બંધ હોવાનું સામે આવ્યું છે. જેથી વરસાદ વરસવા છતાં તળાવમાં પાણી ભરાતા નથી.

અલગ અલગ તળાવમાં લગાવવામાં આવેલા STP પ્લાન્ટ બંધ હાલતમાં

શહેરમાં માલવ તળાવ, પ્રહલાદનગર તળાવ, વસ્ત્રાપુર તળાવ સહિતના અલગ અલગ તળાવમાં લગાવવામાં આવેલા STP પ્લાન્ટ બંધ હાલતમાં છે. આ પ્લાન્ટ બંધ હોવાના કારણે વરસાદી પાણી શુદ્ધ થઈ શકતા નથી, જેથી તેને તળાવમાં છોડી શકાય નહીં, જો આ પાણી સીધુ જ છોડવામાં આવે તો એ ગંદા પાણીમાં મચ્છર ફેલાવવાનો ભય રહેલો છે, જેથીએ ગંદા પાણી સીધા જ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યા છે.

અમદાવાદના 19 અંડરપાસમાં બૂમ બેરિકેટ લગાવવામાં આવશે

શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિકેટ લગાવવામાં આવશે, ચોમાસામાં જ્યારે અંડરપાસમાં પાણી ભરાઈ જશે, ત્યારે ઓટોમેટિક બેરિકેટિંગ થઈ જશ અને લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવશે. સેન્સર સિસ્ટમ દ્વારા ઓટોમેટિક બૂમ બેરીકેટિંગ કામ કરશે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અખબાર નગર અંડરપાસમાં બૂમ બેરિકેટ લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં થોડી માત્રામાં ભારે વરસાદ ખાબકે એટલે સૌથી પહેલા જ શહેરના અંડરપાસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે હવે આ સમસ્યાને લઈને શહેરના અંડરપાસમાં બૂમ બેરિકેટ લાગશે.