Ahmedabad: અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ઓક્ટોબર-નવેમ્બરમાં વરસાદની આગાહી, ગુજરાતના ખેડૂતો ચિંતિત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના ખેડૂતો માટે હાલમાં આકાશમાંથી માવઠાનું સંકટ ઘેરાયું છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જે તૈયાર પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. હવામાન નિષ્ણાત ડૉ. ચિરાગ શાહના જણાવ્યા અનુસાર, લા નીનાની અસરના કારણે અરબી સમુદ્રમાં આ ડિપ્રેશન સક્રિય થયું છે.
ગુજરાતના ખેડૂતો માથે માવઠાનું સંકટ
આ સક્રિય સિસ્ટમને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૫ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે. આ આગાહી ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે છે, જ્યાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય
ખાસ કરીને, દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને દરિયામાં કરંટ જોવા મળવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભાવનગરના ઘોઘાના દરિયાકાંઠે કરંટ જોવા મળ્યાના અહેવાલો પણ મળ્યા છે.આગાહી વચ્ચે જ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. વિવિધ જિલ્લાઓમાં થયેલા વરસાદના અહેવાલો મુજબ, વડોદરાના ડેસરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢના માળીયા હાટીના, પોરબંદરના માધવપુર, અમરેલીના ખાંભા તેમજ ધારી ગીર વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં પણ માવઠું પડ્યું છે.દરિયા કાંઠાના જિલ્લાઓમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની હાજરી વર્તાઈ છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, નવસારી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને સુરતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ડાંગના આહવા ખાતે પણ ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. મધ્ય ગુજરાતના પંચમહાલના શહેરા અને મોરવા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે.ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં માવઠાંની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. હાલમાં ખેતરોમાં ડાંગર, કપાસ, મગફળી, તલ અને અન્ય પાકો તૈયાર થઈ ગયા છે અથવા લણણીના આરે છે. કમોસમી વરસાદના કારણે આ પાકોમાં મોટું નુકસાન થવાની ભીતિ છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

