Ahmedabad: અમદુપુરામાં 10 વર્ષીય બાળકી સાથે શખ્સે છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો

Jul 1, 2025 - 01:00
Ahmedabad: અમદુપુરામાં 10 વર્ષીય બાળકી સાથે શખ્સે છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદુપુરામાં 10 વર્ષીય બાળકી બિલાડી રમાડવા પાડોશીના ઘરે લેવા ગઇ હતી. ત્યારે પાડોશી શખ્સે બાળકીને ઘરમાં લઇ જઇને છેડતી કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. ત્યાં અંગે માતાએ પાડોશી શખ્સ સામે શહેર કોટડા પોલીસમાં ફરીયાદ નોધાવી છે.

અમદુપુરામાં 32 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં પતિ સાથે મનમેળ ન આવતા ત્રણેક વર્ષ છૂટાછેડા લીધા હતા. બાદમાં ત્રણ મહિના પહેલા બીજા લગ્ન કર્યા હતા. જે બાદ પતિ અને ત્રણ સંતાનો સાથે રહે છે. પરિણીતાની 10 વર્ષીય પુત્રી મ્યુનિસિપલ શાળામાં ધો.4માં અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા પરિણીતાની 10 વર્ષીય પુત્રી ઘર નજીક રહેતા શખ્સના ત્યાં બિલાડીને રમાડવી હોવાથી બિલાડી લેવા ગઇ હતી. ત્યારે શખ્સે તેને ઘરમાં લઇ જઇને જબરદસ્તી કરીને છેડતી કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શખ્સે આ અંગે કોઇને જાણ કરીશ તો માર મારવાની અને માતા પાસે માર ખવડાવવાની ધમકી આપતા બાળકીએ ઘરે કોઇને આ બાબતે જાણ કરી નહોતી. પરંતુ બાળકીને દુખાવો અને બળતરા થતા તેની માતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ અંગે બાળકીની માતાએ શખ્સ સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0