Ahmedabad :અજાણી મહિલાને નામ,ફોન નંબર પૂછવા એ જાતીય-સતામણી ન ગણી શકાય :HC

ગાંધીનગરના સમીર રોય સામેની ફરિયાદમાં કોર્ટનું અવલોકનપોલીસ અત્યાચારનો બદલો લેવાનું મારી સામેનું કાવતરું છે : અરજદારનો દાવો ગુજરાત હાઈકોર્ટે પોલીસની આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા કોઈ અજાણી મહિલાને તેનું નામ અને મોબાઈલ નંબર વિશે પૂછવું એ જાતીય સતામણી ન કહી શકાય એમ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમ્યાન જણાવ્યુ હતુ. પોલીસે ગાંધીનગરની સમીર રોય નામની વ્યક્તિ સામે એક મહિલાનું નામ, નંબર અને સરનામું પૂછવા બદલ જાતીય સતામણીનો કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી. 26 એપ્રિલે એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સમીર રોય નામની વ્યક્તિ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સમીરે તેનું નામ, સરનામું અને મોબાઈલ નંબર માંગ્યો હતો. આ ફરિયાદ બાદ યુવક પર IPCની કલમ 354A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ ફરિયાદ પછી સમીર રોયે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, મારી સામે નોંધાયેલી એફ્આઈઆર પોલીસ અત્યાચારનો બદલો લેવાનું કાવતરું છે. 25મી એપ્રિલે પોલીસે મને ટોર્ચર કર્યો હતો. આ અંગે ફરિયાદ કરતા પોલીસે મારો ફોન છીનવી લીધો હતો અને તેમાંથી અમુક ડેટા પણ ડિલીટ કરી દીધો હતો. ગુજરાત હાઈકોર્ટે પોલીસની આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે.હાઈકોર્ટે કહ્યું, જો કોઈ અજાણી મહિલાનો નંબર માંગે, તો તે ખોટું છે, પરંતુ આ કારણસર FIR નોંધવી યોગ્ય નથી . હા, નંબર માંગવો એ અયોગ્ય હોઈ શકે છે, પરંતુ કોર્ટનું માનવું છે કે જો આપણે આઈપીસીની કલમ 354 જાતીય સતામણી અને તેની સજા અંગેની છે.

Ahmedabad :અજાણી મહિલાને નામ,ફોન નંબર પૂછવા એ જાતીય-સતામણી ન ગણી શકાય :HC

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરના સમીર રોય સામેની ફરિયાદમાં કોર્ટનું અવલોકન
  • પોલીસ અત્યાચારનો બદલો લેવાનું મારી સામેનું કાવતરું છે : અરજદારનો દાવો
  • ગુજરાત હાઈકોર્ટે પોલીસની આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા

કોઈ અજાણી મહિલાને તેનું નામ અને મોબાઈલ નંબર વિશે પૂછવું એ જાતીય સતામણી ન કહી શકાય એમ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમ્યાન જણાવ્યુ હતુ. પોલીસે ગાંધીનગરની સમીર રોય નામની વ્યક્તિ સામે એક મહિલાનું નામ, નંબર અને સરનામું પૂછવા બદલ જાતીય સતામણીનો કેસ નોંધ્યો હતો.

આ કેસની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી. 26 એપ્રિલે એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સમીર રોય નામની વ્યક્તિ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સમીરે તેનું નામ, સરનામું અને મોબાઈલ નંબર માંગ્યો હતો. આ ફરિયાદ બાદ યુવક પર IPCની કલમ 354A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ ફરિયાદ પછી સમીર રોયે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, મારી સામે નોંધાયેલી એફ્આઈઆર પોલીસ અત્યાચારનો બદલો લેવાનું કાવતરું છે. 25મી એપ્રિલે પોલીસે મને ટોર્ચર કર્યો હતો. આ અંગે ફરિયાદ કરતા પોલીસે મારો ફોન છીનવી લીધો હતો અને તેમાંથી અમુક ડેટા પણ ડિલીટ કરી દીધો હતો. ગુજરાત હાઈકોર્ટે પોલીસની આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે.

હાઈકોર્ટે કહ્યું, જો કોઈ અજાણી મહિલાનો નંબર માંગે, તો તે ખોટું છે, પરંતુ આ કારણસર FIR નોંધવી યોગ્ય નથી . હા, નંબર માંગવો એ અયોગ્ય હોઈ શકે છે, પરંતુ કોર્ટનું માનવું છે કે જો આપણે આઈપીસીની કલમ 354 જાતીય સતામણી અને તેની સજા અંગેની છે.