Ahmedabad Rathyatra 2024 : ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન

7 વાગે નીજ મંદિરથી રથ નિકળશે ભાઈ બલભદ્ર સાથે કરશે નગરચર્ચા સવારે 5 વાગે ભગવાનની આંખોના પાટા ખોલાયા ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.ત્યારે ભકતો પણ દર્શન કરવા માટે આતૂર છે,વહેલી સવારથી મંદિરમાં ભકતોની ભીડ ઉમટી છે.રાજવીવેશમાં નાથ નગરચર્ચા કરવા નિકળશે,પહિંદવિધી બાદ ભગવાન નગરચર્ચાએ નિકળશે. ભકતોમાં અનેરો ઉત્સાહ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવ્યા છે અને ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે. સુરતના વરાછામાં પણ રથયાત્રા નિકળશે વરાછા ઇસ્કોન મંદિર દ્વારા નીકળનારી રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને લગતી 10થી વધુ સુંદર ઝાંખીઓ રજૂ કરવામાં આવશે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ લીલાઓને મૂર્તિમંત કરીને ટ્રેક્ટર ઉપર રાખીને રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રથયાત્રાના રૂટ પર તમામ ભાવિકોને અલગ અલગ પ્રકારના પ્રસાદ આપવામાં આવશે. આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહેશે. ખીચડાના પ્રસાદનું અનોખુ પર્વ આજે રથયાત્રાનો પાવન પર્વ ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. જે લગભગ 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે.ભગવાન જગન્નાથને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.સરસપુરમાં 14 થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે.ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિર મોકલ્યો પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરે રથયાત્રા માટે દિલ્હીથી પ્રસાદ મોકલાવ્યો છે. દિલ્હીથી તેમણે ચોકલેટ, ડ્રાઈફ્રૂટ, ફળફળાદી, મીઠાઇ, મગનો પરંપરાગત પ્રસાદ ભગવાન જગન્નાથને મોકલ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક યાદો રથયાત્રા સાથે જોડાયેલી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દર વર્ષે રથયાત્રામાં દર્શન કરવા આવતા હતા. મંગળા આરતીનો લાભ લેતા હતા.

Ahmedabad Rathyatra 2024 : ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 7 વાગે નીજ મંદિરથી રથ નિકળશે
  • ભાઈ બલભદ્ર સાથે કરશે નગરચર્ચા
  • સવારે 5 વાગે ભગવાનની આંખોના પાટા ખોલાયા

ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.ત્યારે ભકતો પણ દર્શન કરવા માટે આતૂર છે,વહેલી સવારથી મંદિરમાં ભકતોની ભીડ ઉમટી છે.રાજવીવેશમાં નાથ નગરચર્ચા કરવા નિકળશે,પહિંદવિધી બાદ ભગવાન નગરચર્ચાએ નિકળશે.

ભકતોમાં અનેરો ઉત્સાહ

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવ્યા છે અને ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે.

સુરતના વરાછામાં પણ રથયાત્રા નિકળશે

વરાછા ઇસ્કોન મંદિર દ્વારા નીકળનારી રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને લગતી 10થી વધુ સુંદર ઝાંખીઓ રજૂ કરવામાં આવશે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ લીલાઓને મૂર્તિમંત કરીને ટ્રેક્ટર ઉપર રાખીને રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રથયાત્રાના રૂટ પર તમામ ભાવિકોને અલગ અલગ પ્રકારના પ્રસાદ આપવામાં આવશે. આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહેશે.

ખીચડાના પ્રસાદનું અનોખુ પર્વ

આજે રથયાત્રાનો પાવન પર્વ ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. જે લગભગ 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે.ભગવાન જગન્નાથને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.સરસપુરમાં 14 થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે.ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિર મોકલ્યો પ્રસાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરે રથયાત્રા માટે દિલ્હીથી પ્રસાદ મોકલાવ્યો છે. દિલ્હીથી તેમણે ચોકલેટ, ડ્રાઈફ્રૂટ, ફળફળાદી, મીઠાઇ, મગનો પરંપરાગત પ્રસાદ ભગવાન જગન્નાથને મોકલ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક યાદો રથયાત્રા સાથે જોડાયેલી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દર વર્ષે રથયાત્રામાં દર્શન કરવા આવતા હતા. મંગળા આરતીનો લાભ લેતા હતા.