Ahmedabad Rathyatra: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી

નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતીના કર્યા દર્શન ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઇ રહી છે. જેમાં નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. તેમાં મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી છે. અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતીના દર્શન કર્યા છે. મંદિરમાં જય રણછોડ, માખણ ચોરનો નાદ ગુંજ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય રથયાત્રા પહેલા એક ખાસ પ્રકારની વિધિ કરવામાં આવે છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે.જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સફાઈ કરે છે રથયાત્રાનો પ્રારંભ થાય તે પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને ત્રણેય રથમાં બિરાજમાન કરાય, ત્યાર પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરાય છે. દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના પ્રારંભિક રસ્તાની સફાઈ કરે છે. પણ હાલ રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સફાઈ કરે છે, અને ત્યાર પછી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે, આને રથયાત્રામાં પહિંદ વિધી કહેવાય છે.

Ahmedabad Rathyatra: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી
  • મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા
  • અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતીના કર્યા દર્શન

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઇ રહી છે. જેમાં નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી છે. તેમાં મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી છે. અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતીના દર્શન કર્યા છે. મંદિરમાં જય રણછોડ, માખણ ચોરનો નાદ ગુંજ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. 

જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય

રથયાત્રા પહેલા એક ખાસ પ્રકારની વિધિ કરવામાં આવે છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે.જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.

મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સફાઈ કરે છે

રથયાત્રાનો પ્રારંભ થાય તે પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને ત્રણેય રથમાં બિરાજમાન કરાય, ત્યાર પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરાય છે. દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના પ્રારંભિક રસ્તાની સફાઈ કરે છે. પણ હાલ રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સફાઈ કરે છે, અને ત્યાર પછી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે, આને રથયાત્રામાં પહિંદ વિધી કહેવાય છે.