Ahmedabad Plane Crashમાં મૃત્યુ પામનાર સ્ટુડન્ડ્સ માટે TATA ગૃપની સહાયની જાહેરાત

Jun 14, 2025 - 15:30
Ahmedabad Plane Crashમાં મૃત્યુ પામનાર સ્ટુડન્ડ્સ માટે TATA ગૃપની સહાયની જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. 12 જૂનના રોજ બનેલી આ ઘટનામાં 274 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામનારમાં  ફક્ત વિમાનમાં બેસેલા પેસેન્જર્સ જ નહીં પણ જમીન પરના ઘણા લોકો પણ હતા. અમદાવાદમાં થયેલી આ દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના ઘણા વિદ્યાર્થીઓ પણ મોતનો શિકાર બન્યા છે. આ દુઃખદ ઘટના બાદ આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર તરફથી મદદની માંગ ઉઠી છે. 

IMAએ ટાટા ગૃપ પાસે માંગી મદદ

ગુજરાત રાજ્યની શાખા ઈન્ડિયન મેડિકલ એસોશિએશને શનિવારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખીને બીજે મેડિકલ કોલેજના પ્રભાવિત સ્ટુડન્ટો માટે નાણાકીય અને માનવીય સહાયની અપીલ કરી છે. IMAએ પોતાના પત્રમાં લખ્યું છે કે અમે તમને વિનમ્ર અનુરોધ કરીયે છીએ કે તમે ઘટના સ્થળ પર હાજર રહેલા તે મેડિકલ સ્ટુડન્ટ્સ કે જેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેમને યોગ્ય નાણાકીય સહાય અને મદદ પુરી પાડો. પત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાએ પોતાના યાત્રિઓના પરિવારજનો માટે 1 કરોડ રૂપિયાની મદદ રાશિ આપવાની જાહેરાત કરી છે. આવા સમયે મેડિકલના વિદ્યાર્થીઓ સાથે પણ સમાન સંવેદના અને સહયોગ આપવો જોઈએ.  

ટાટા ગૃપે કરી મદદની ઘોષણા

મળતી માહિતી પ્રમાણે અપીલના થોડા કલાકોમાં જ એર ઈન્ડિયાના પ્રબંધ નિર્દેશક અને સીઈઓ કેંપબેલે એક વિડીયો મેસેજમાં ઘોષણા કરી છે કે ટાટા ગૃપની ઘટનામાં મૃત્યુ પામનાર દરેક વ્યક્તિના પરિવારજનોને 1 કરોડની મદદ રાશી આપવામાં આવશે. આ સાથે જેટલા લોકો ઘાયલ થયા છે તે તમામનો ખર્ચ ટાટા ગૃપ ઉઠાવશે. તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે અમે આ દુર્ઘટનાથી ખુબ દુ:ખી છીએ અને આ ઘટના અંગે શોક વ્યક્ત કરીયે છીએ 






What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0