Ahmedabad Plane Crashની મોટી દુર્ઘટના, સોશિયલ મીડિયા પર વાયરલ થયા અનેક VIDEO

Jun 12, 2025 - 16:00
Ahmedabad Plane Crashની મોટી દુર્ઘટના, સોશિયલ મીડિયા પર વાયરલ થયા અનેક VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પાસે મોટો વિમાન અકસ્માત થયો છે. એરપોર્ટની બાજુમાં આવેલા મેઘાણી નગરમાં એર ઈન્ડિયાના એક પેસેન્જર વિમાનને ટેકઓફ થયાના થોડા સમય પછી જ અકસ્માત થયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઈન્ટરનેશનલ ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. અકસ્માત બાદ બધે કાળો ધુમાડો જોવા મળ્યો હતો અને બચાવ માટે ઘણી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર થયા વાયરલ

ઘટનાનો પહેલો વીડિયો સામે આવ્યો છે જેમાં વિમાનને આકાશમાં ઉડતાં અને પછી થોડીક સેકન્ડમાં જમીન પર પડતું જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ, આ વિમાન લગભગ 400 ફૂટની ઊંચાઈથી પડતું જોઈ શકાય છે જમીન પર પડતાની સાથે જ વિમાન આગનો ગોળો બની ગયું અને જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. સામે આવેલા બચાવ વીડિયોમાં જોઈ શકાય છે કે બધું રાખ અને કાટમાળમાં ફેરવાઈ ગયું છે.





અકસ્માત બાદ ઘણા વીડિયો સામે આવ્યા છે. મેઘાણી નગરના, જ્યાં વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે અને આસપાસની ઈમારતોમાં પણ આગ લાગી ગઈ છે. એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે. અકસ્માત બાદ તરત જ 7 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે ઘણી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયા વીડિયો

સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાના ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં અકસ્માત સ્થળ પરથી આકાશમાં ધુમાડાના કાળા વાદળો જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળે ઈમરજન્સી ટીમ તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓએ હજુ સુધી અકસ્માતના કારણ વિશે પુષ્ટિ આપી નથી. મેઘાણી નગર વિસ્તાર નજીક ધારપુરમાંથી ભારે ધુમાડો જોવા મળી રહ્યો છે. ક્રેશ થયેલ વિમાન બોઈંગનું 787 ડ્રીમલાઈનર હોવાનું કહેવાય છે, જે 11 વર્ષ જૂનું હતું.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો એર ઈન્ડિયાના મેનેજમેન્ટની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક લોકો કેવી રીતે આ ઘટના બની તેના વિશે શોધી રહ્યા છે, પરંતુ મળતી માહિતી મુજબ તેના કોઈ જાણકારી સામે આવી નથી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0