Ahmedabad News: હિન્દૂ બનીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરનારા હોમગાર્ડ જવાનની ધરપકડ

Jul 28, 2025 - 17:30
Ahmedabad News: હિન્દૂ બનીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરનારા હોમગાર્ડ જવાનની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં હિન્દૂ બનીને યુવતીને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક શોષણ કરનારા હોમગાર્ડ જવાનની પોલીસે ધરપકડ કરી છે.આરોપીએ પ્રેમ સંબંધ બનાવીને યુવતી સાથે બે વખત મૈત્રી કરાર પણ કર્યો હતો. આરોપીએ યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. અમરાઈવાડી પોલીસે દુષ્કર્મ,ધમકી અને એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી એસસીએસટી સેલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી શબાબ શેખે હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું

આરોપી શબાબ શેખ છેલ્લા 4 વર્ષથી યુવતીને માનસિક ત્રાસ આપીને શારીરિક શોષણ કરતો હતો.2021માં યુવતી એક્ટિવા પર કમ્પ્યુટર કલાસીસમાં જઈ રહી હતી ત્યારે આરોપી હોમગાર્ડ જવાન શબાબે વાહન ચેકીંગના બહાને યુવતીનો મોબાઈલ નંબર મેળવીને તેની સાથે વાતચીત શરૂ કરી હતી.આરોપીએ સતીશ બનીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. 2021માં જ યુવતી સાથે આરોપીએ મૈત્રી કરાર કર્યો હતો.પરંતુ યુવતીને તેના મુસ્લિમ હોવાની જાણ થતાં તેને સંબધ ખતમ કરી દીધો હતો. પરંતુ આરોપી તેનો પીછો કરતો હતો. જેથી આરોપીથી બચવા માટે યુવતીએ 2023માં સુરતના એક વ્યક્તિ સાથે સમાજિક રીતે લગ્ન કર્યા હતા.

તેને યુવતીના પતિને પ્રેમ સંબંધની જાણ કરી હતી

યુવતીએ લગ્ન કર્યા હોવાની જાણ આરોપીને થતા તેને યુવતીના પતિને પ્રેમ સંબંધની જાણ કરી હતી.જેથી યુવતીના 2 મહિનામાં જ છૂટા છેડા થઈ ગયા હતા.આરોપી સતત યુવતીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાથી યુવતીએ 2025માં ફરી મૈત્રી કરાર કરીને લીવ ઇન રિલેશનશિપમાં રહેવા જતા આરોપીએ 20 દિવસ યુવતીને ગોંધી રાખીને ત્રાસ આપતા યુવતી ફરી માતા પિતાના ઘરે આવી ગઈ હતી.પરંતુ આરોપી હેરાન કરવાનું બંધ નહીં કરતા યુવતીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીની ધરપકડ કરીને લવ જેહાદ કેસમાં વધુ પૂછપરછ શરૂ કરી

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી શબાબ શેખ 2021માં મણિનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો.આરોપી પરિણીત છે અને તેને સંતાનો પણ છે. આરોપી પરિણીત હોવા છતાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને અફસાના નામ રાખવા માટે દબાણ કરતો હતો.23 જુલાઈના રોજ પણ યુવતી ઘરની બહાર નીકળી ત્યારે આરોપીએ બળજબરીથી તેને કારમાં બેસાડીને શારીરિક અડપલાં કર્યા હતા.જેથી યુવતીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી શબાબ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ યુવતીએ હોમગાર્ડના ત્રાસથી કંટાળીને 2 વખત અરજી પણ કરી હતી. અમરાઈવાડી પોલીસે યુવતીને લગ્નનની લાલચ આપીને દુષ્કર્મ, ધમકી , અપહરણ અને એટ્રોસીટીની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. હાલમાં કેસની તપાસ STSC સેલને સોપાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને લવ જેહાદ કેસમાં વધુ પૂછપરછ શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0