Ahmedabad News: સુરત એરપોર્ટ નજીક બહુમાળી ઈમારતોનું અડચણ દૂર થવું જરૂરી,બિલ્ડરને NOC શું જોઇને અપાઈ?: હાઈકોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ નજીક બહુમાળી ઈમારતો હટાવવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું હતું કે, સુરતમાં પણ એરપોર્ટ નજીક ઊંચી ઈમારતોના કારણે અમદાવાદ જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ અરજીની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, પ્લેન ક્રેશની દુર્ઘટનાના આપણે સાક્ષી છીએ અને બહુમાળી ઈમારતોનું અડચણ દૂર થવુ જરૂરી છે.
એરપોર્ટ નજીકની બહુમાળી ઇમારતો હટાવવા માંગ
હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના આપણે સાક્ષી છીએ.બહુમાળી ઈમારતોનું અડચણ દૂર થવું જરૂરી છે.બિલ્ડરને એનઓસી શું જોઇને આપવામાં આવી છે. બિલ્ડરોએ ખોટી રીતે એનઓસી લીધી હોવાનું જણાય છે. જેથી એરપોર્ટ ઓથોરિટી બાંધકામની ઊંચાઈ મુદ્દે સરવે કરે. નડતર રૂપ ઈમારતોનો સરવે રિપોર્ટ સોંપે. કોર્ટે એવી પણ ટીપ્પણી કરી હતી કે, એરપોર્ટ ઓથોરિટી બિલ્ડરોની એનઓસી કેમ રદ કરતી નથી. બહુમાળી ઈમારતો કરતાં વિમાનના મુસાફરો અને લોકોની સુરક્ષા મહત્વની છે.
પ્લેન ક્રેશની ઘટનાના બાદ ઊંચી ઇમારતો અડચણરૂપ
અમદાવાદમાં જૂન મહિનામાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદ અરજદારે હાઈકોર્ટમાં સુરત એરપોર્ટની આસપાસ ઉભા થયેલા બહુમાળી મકાનો અંગે અરજી કરી હતી. આ મકાનો હટાવવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, આ ઊંચી ઈમારતોને કારણે અમદાવાદ જેવી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ છે. આ અરજી પર યોજાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે એરપોર્ટ ઓથોરિટીને સરવે રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
What's Your Reaction?






