Ahmedabad News: સિનિયર સિટિઝનોને AMTSમાં મુસાફરી માટેનું કાર્ડ લેવા લાઈનમાં નહીં ઉભા રહેવુ પડે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં AMTSમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનને મહાનગર પાલિકા દ્વારા રાહત આપવામાં આવી છે. અગાઉ સિનિયર સિટિઝનોને બસમાં મુસાફરી કરવા માટે કાર્ડ કઢાવવા લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડતું હતું. વૃદ્ધ લોકોને કાર્ડ કઢાવવા માટે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી હવે AMC ઘરે સિનિયર સિટીઝન કાર્ડ પહોંચાડશે. જેનાથી 2.76 લાખ સિનિયર સિટીઝનને લાભ મળશે.
સિનિયર સિટીઝનો માટે મહત્વનો નિર્ણય લીધો
અમદાવાદમાં સિટી બસમાં મુસાફરી કરવા માટે તંત્ર દ્વારા ફ્રી મુસાફરી કરવાની સુવિધા અપાઈ રહી છે. આ મુસાફરી માટે પાસ કઢાવવા માટે સિનિયર સિટિઝનોને લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે સંદેશ ન્યૂઝે એક અહેવાલ રજૂ કરીને વરિષ્ઠ નાગરિકોની સમસ્યાને વાચા આપી હતી. અહેવાલ રજૂ થયા બાદ અમદાવાદના શાશકો જાગ્યા હતાં અને સિનિયર સિટીઝનો માટે મહત્વનો નિર્ણય લીધો છે.
સિનિયર સિટિઝનોને કાર્ડ માટે લાઈનમાં નહીં ઉભા રહેવું પડે
હવે અમદાવાદમાં એએમટીએસ બસમાં મુસાફરી કરતા સિનિયર સિટિઝનોને કાર્ડ માટે લાઈનમાં નહીં ઉભા રહેવું પડે. AMC સિનિયર સિટીઝન કાર્ડ લોકોના ઘરે જ પહોંચાડી દેશે. આ માટે AMC વયવંદના કાર્ડના ડેટાનો ઉપયોગ કરશે. જેનાથી 2.76 લાખ સિનિયર સિટીઝનને લાભ મળશે. જેના આધાર પર AMTS - BRTS ના સિનિયર સિટીઝન ના કાર્ડ તૈયાર કરશે એમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું.
What's Your Reaction?






