Ahmedabad News: સરખેજ રોજામાં ચોમાસામાં હાલત બદતર થઈ જાય છે, શિંગોડા તળાવને સુએજ લાઇન સાથે જોડી દેવાયું છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત હાઈકોર્ટમાં સરખેજ રોજાને લઈને કમિટી દ્વારા એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે. શિયાળામાં વિદેશી પ્રવાસીઓ રોજાની મુલાકાતે આવે છે.આ એક ઐતિહાસિક ધરોહર છે. ચોમાસામાં સરખેજ રોજાની હાલત બદતર થઇ જાય છે.રોજામાં તીવ્ર દુર્ગંધ આવે છે.રોજાના તળાવને સુએજ લાઇન સાથે જોડી દેવાયું છે. મહાનગર પાલિકાને આ અંગે અનેક વખત રજૂઆત કરાઈ છે.
ચોમાસામાં સરખેજ રોજાની હાલત બદતર થઇ જાય છે
હાઈકોર્ટમાં અરજદારની અરજી મુદ્દે મહાનગર પાલિકા દ્વારા જવાબ રજૂ કરાયો હતો. જેમાં મહાનગર પાલિકાએ કહ્યું હતું કે, ચોમાસાની સિઝનમાં રોજાની હાલત બદતર થઈ જાય છે. આસપાસના લોકો રોજામાં આવેલા શિંગોડા તળાવમાં મેલુ નાંખે છે. હાલમાં શિંગોડા તળાવનુ બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આ તળાવ સંરક્ષિત મોન્યુમેન્ટનો એક ભાગ છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, મહાનગર પાલિકાએ આ બાબતે ચૂપ જ રહેવું જોઈએ. પુરાતત્ત્વ વિભાગ અને અમદાવાદ મહાનગર પાલિકા આ બાબતે સાથે મળઈને કામ કરે.
શિયાળામાં વિદેશી પ્રવાસીઓ રોજાની મુલાકાતે આવે છે
કોર્ટે કહ્યું હતું કે, જો અરજદારના આક્ષેપો સાચા હોય તો તે ગંભીર બાબત છે. મોન્યુમેન્ટને જાળવી રાખવા અંગે તંત્રની બેદરકારી સાબિત થઈ શકે છે. આ કેસમાં કોર્ટે પક્ષકારોને નોટીસ પાઠવીને મહાનગર પાલિકા અને પુરાતત્ત્વ વિભાગને સાથે મળીને સર્વે કરવા હુકમ કર્યો હતો. જેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકવા પણ હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસની વધુ સુનાવણી આગામી 24 નવેમ્બરના રોજ થશે.
What's Your Reaction?






