Ahmedabad News : શું આગ લાગશે ત્યારે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકશે? મકરબા બ્રિજની આ એક ભૂલ ભારે પડશે!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના નામે નિર્માણ પામેલા મકરબા બ્રિજના પ્લાનિંગ સામે હવે સ્થાનિકો અને નિષ્ણાતો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. "ઓ સાહેબ! આ કેવા પ્લાનિંગનો બ્રિજ..." એવા સવાલો સાથે બ્રિજ પ્રોજેક્ટ વિભાગની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. રૂ. 100 crore જેવા માતબર ખર્ચે તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટમાં કેપ્સ્યુલ જંકશનની આસપાસ યોગ્ય સ્પેસિંગ કે ટ્રાફિક ફ્લોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. ઇજનેરોની અણઘડ નીતિ અને ભવિષ્યના આયોજનના અભાવે આ બ્રિજ હવે વાહનચાલકો માટે મોટી મુસીબત સાબિત થઈ રહ્યો છે.
પ્રહલાદનગર ફાયર સ્ટેશન સામે પડકાર અને મોડી ઈમરજન્સી સેવા
આ નબળા આયોજનનો સૌથી મોટો ફટકો ઈમરજન્સી સેવાઓને પડી રહ્યો છે. પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી નીકળતા ફાયર બ્રિગેડના વાહનો માટે કેપ્સ્યુલ જંકશન પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. જંકશનની ખામીયુક્ત રચનાને કારણે ઈમરજન્સી વાહનો સહેલાઈથી ટર્ન લઈ શકતા નથી, જેના પરિણામે ફાયર બ્રિગેડનો રિસ્પોન્સ ટાઈમ (Response Time) નોંધપાત્ર રીતે વધી જશે. આગ કે અન્ય હોનારત સમયે જો ઈમરજન્સી વાહનો લેટ પહોંચશે, તો જાનમાલનું મોટું નુકસાન થવાની પૂરેપૂરી આશંકા ઊભી થઈ છે.
40 ft TTL વાહનોને યુ-ટર્નમાં ફજેતી અને કોર્પોરેશનની જવાબદારી
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ઊંચી ઇમારતોમાં રેસ્ક્યૂ કામગીરી માટે વપરાતી 40 ft ની મોટી TTL (Turn Table Ladder) વાહનોને આ જંકશન પર યુ-ટર્ન લેવામાં ભારે ફજેતીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગે ડિઝાઇન કરતી વખતે ઈમરજન્સી વાહનોના ટર્નિંગ રેડિયસનો વિચાર સુદ્ધાં ન કર્યો હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે. રૂ. 100 crore ના જાહેર નાણાંનો ધુમાડો કર્યા પછી પણ જો ફાયર બ્રિગેડ જેવા સંવેદનશીલ વાહનો રસ્તા પર અટવાઈ જાય, તો આ અણઘડ આયોજન કરનાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે તેવો યક્ષ પ્રશ્ન ઊભો થયો છે.
આ પણ વાંચો : Ahmedabad News : ચોમાસું વિદાય લેતા તંત્રને કામ યાદ આવ્યું, સ્ટોર્મ વૉટર લાઈનના ખોદકામથી ગુજરાત યુનિવર્સિટીથી PRL તરફનો રસ્તો બંધ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

