Ahmedabad News: શાહપુરમાં ચાર લૂંટારુઓએ ઘરે જઈ રહેલા વેપારીને આતરી હુમલો કર્યો, 15 લાખની લૂંટ કરી ફરાર

Oct 9, 2026 - 15:30
Ahmedabad News: શાહપુરમાં ચાર લૂંટારુઓએ ઘરે જઈ રહેલા વેપારીને આતરી હુમલો કર્યો, 15 લાખની લૂંટ કરી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ઘરફોડ ચોરી અને લૂંટના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. શહેરના શાહપુર વિસ્તારમાં વીસીના રૂપિયા લઈને ઘરે જઈ રહેલા વેપારીને ટાર્ગેટ કરી 15 લાખની લૂંટ ચલાવી ચાર આરોપીઓ ફરાર થઈ ગયા છે.લૂંટ પહેલા આરોપીઓએ વ્યાપારી પર જીવલેણ હુમલો કર્યો હતો.વ્યાપારીને પેટ અને હાથના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજા પહોચાડી હતી.જે મામલે શાહપુર પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટની કલમો હેઠળ ગુનો દાખલ કરી ફરારવાની શોધખોળ શરૂ કરી છે.પોલીસને આશંકા છે કે,આરોપીઓ ભોગ બનનારના પરિચિત હોઈ શકે છે જે મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

હથિયારના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી

અમદાવાદના મિરઝાપુર પાસે આવેલા પ્રીમિયર શોપિંગ સેન્ટરમાં એક વેપારીને ટાર્ગેટ કરી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. કાપડના વેપારી મોહમ્મદ સાજીદ શેખ ગઈકાલે રાત્રે વીસીના 15 લાખ રૂપિયા રોકડા લઈને ઘરે જવા નીકળ્યા હતા.તે જ સમયે કોમ્પલેક્ષના પાર્કિંગમાં લૂંટની ઘાત લગાવીને બેઠેલા ચાર લૂંટારો ઓએ સાજીદ શેખને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.જે બાદ તેમની પાસે રહેલા રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.મોડી રાત સુધી વ્યાપારી ઘરે ન પહોંચતા જ્યારે પ્રીમિયર શોપિંગ સેન્ટરમાં તપાસ કરવામાં આવી ત્યારે લોહી લુહાણ હાલતમાં સાજીદ શેખ ઈજાગ્રસ્ત મળી આવ્યા હતા. જે અંગે તપાસ કરતા તેમની પાસે રહેલા રોકડ રૂપિયા લૂંટી લેવા માટે આરોપીઓએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.જે અંગે પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

પોલીસની કામગીરી પર સવાલો ઊભા કરી રહ્યા છે

મહત્વનું છે કે સતત લોકોની અવરજવરથી વ્યસ્ત રહેતું મિરઝાપુર પ્રીમિયર શોપિંગ સેન્ટર અને પોલીસના સુરક્ષા પોઇન્ટથી માત્ર 50 મીટરના અંતરે લૂંટ અને હત્યાના પ્રયાસને અંજામ આપી આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે.જે પોલીસની કામગીરી પર સવાલો ઊભા કરી રહ્યા છે.તેવામાં 15 લાખની લૂંટ અને હત્યાના પ્રયાસને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓને ઝડપી લેવા માટે શાહપુર પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.આરોપીઓ ભોગ બનનારના તમામ હિલચાલ જાણતા હતા માટે વ્યાપારી જે સમયે પોતાની ઓફિસેથી ઘરે જવાની એ જ સમયે તેમની રાહ જોઈને ઉભેલા લુટારુએ તેમને આંતરીને લૂંટને અંજામ આપી તિક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી ગુનો આચર્યો હતો. 

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: પ્રથમ નવરાત્રિએ અંબાજીના મોહનથાળને GI ટેગનુ સર્ટિફિકેટ મળશે, જાણો શું ફાયદો થશે?



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0