Ahmedabad News : શાળા પરિસરમાં બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવા સામે DEOની લાલઆંખ, 3 શાળાઓને નોટિસ પાઠવતાં મચ્યો ફફડાટ

Sep 30, 2026 - 16:30
Ahmedabad News : શાળા પરિસરમાં બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવા સામે DEOની લાલઆંખ, 3 શાળાઓને નોટિસ પાઠવતાં મચ્યો ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઉપરાંત અન્ય બિનશૈક્ષણિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદો સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી એક્શન મોડમાં આવી છે. શાળા પરિસરનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવાના મુદ્દે અમદાવાદની 3 નામાંકિત શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતાં જ અન્ય શાળા સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મણિનગરની શાળાઓએ આપ્યો નોટિસનો જવાબ

DEO કચેરી દ્વારા પાઠવવામાં આવેલી નોટિસના સંદર્ભમાં મણિનગર વિસ્તારમાં આવેલી જયાબેન દેવી શાળા અને શેઠ હીરાલાલ કન્યા વિદ્યાલય દ્વારા પોતાનો સત્તાવાર જવાબ રજૂ કરવામાં આવ્યો છે. શાળા સંચાલકોએ ખુલાસો કરતાં જણાવ્યું છે કે શાળા પરિસરમાં ચાલતા ગરબા ક્લાસિસ સંપૂર્ણપણે નોન-કોમર્શિયલ છે અને તે ફક્ત શાળાની વિધ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ પૂરતા જ સીમિત રાખવામાં આવ્યા છે. બહારની કોઈ પણ વ્યક્તિને આ વર્ગોમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

શ્રેયસ ફાઉન્ડેશન અને નાલંદા સ્કૂલ પણ રડારમાં

મણિનગરની શાળાઓ ઉપરાંત અમદાવાદની પ્રખ્યાત શ્રેયસ ફાઉન્ડેશન અને નાલંદા સ્કૂલને પણ બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવા બદલ નોટિસ આપવામાં આવી છે. શાળાઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા જવાબની સમીક્ષા કર્યા બાદ હવે DEO ની એક ખાસ તપાસ ટીમ ગ્રાઉન્ડ લેવલ પર જઈને આ શાળાઓની આકસ્મિક તપાસ હાથ ધરશે. તપાસ દરમિયાન જો કોઈ નિયમભંગ કે વ્યાવસાયિક ગરબા ક્લાસ ચાલતા હોવાનું સામે આવશે તો સંબંધિત શાળા સંચાલકો સામે કડક પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar News : કોસ્ટ ગાર્ડ અને ATSના દિલધડક ઓપરેશનમાં 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0