Ahmedabad News: શહેરમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી

બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા AMCનો પ્રિ-મોન્સુન પ્લાન વરસાદી પાણીમાં ધોવાયો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી અમદાવાદમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી છે. જેમાં બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા છે. AMCનો પ્રિ-મોન્સુન પ્લાન વરસાદી પાણીમાં ધોવાયો છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા અમદાવાદમાં પડેલ નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી છે. બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરતા વાહન ચાલકોને હાલાકી પડી છે તથા અનેક સોસાયટીના રહીશો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અમદાવાદમાં અસહય ઉકળાટ બાદ સોમવારે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે શરુ થયેલા વંટોળ તેમજ વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં એક ડઝન જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. પરીમલ ગાર્ડનથી સી.જી.રોડ તરફના રસ્તા ઉપર આવેલી ગટર પાસે ભુવો પડતા તંત્રને આડાશ મુકવાની ફરજ પડી હતી.શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વૃક્ષ ધરાશાયી થવા અંગેની ફરિયાદ મળી દિવસભરના અસહય ઉકળાટ બાદ સોમવારે સાંજે પાંચ કલાકના સુમારે ભારે ધૂળની ડમરીઓ સાથે શહેરના અનેક વિસ્તારમાં વાતાવરણ ખરાબ થયુ હતુ. આ સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર કંટ્રોલ તથા ગાર્ડન વિભાગને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વૃક્ષ ધરાશાયી થવા અંગેની ફરિયાદ મળી હતી. ફાયર વિભાગને વૃક્ષ ધરાશાયી થવા ઉપરાંત ચાંદખેડા વોર્ડમાંથી બે, બોપલમાંથી એક તથા ન્યુ મણિનગર વિસ્તારમાંથી શોટ સરકીટ થવાથી આગ લાગવા અંગેના ચાર કોલ મળ્યા હતા. જો કે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી. 

Ahmedabad News: શહેરમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા
  • AMCનો પ્રિ-મોન્સુન પ્લાન વરસાદી પાણીમાં ધોવાયો
  • મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

અમદાવાદમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી છે. જેમાં બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા છે. AMCનો પ્રિ-મોન્સુન પ્લાન વરસાદી પાણીમાં ધોવાયો છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા

અમદાવાદમાં પડેલ નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી છે. બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરતા વાહન ચાલકોને હાલાકી પડી છે તથા અનેક સોસાયટીના રહીશો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અમદાવાદમાં અસહય ઉકળાટ બાદ સોમવારે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે શરુ થયેલા વંટોળ તેમજ વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં એક ડઝન જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. પરીમલ ગાર્ડનથી સી.જી.રોડ તરફના રસ્તા ઉપર આવેલી ગટર પાસે ભુવો પડતા તંત્રને આડાશ મુકવાની ફરજ પડી હતી.

શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વૃક્ષ ધરાશાયી થવા અંગેની ફરિયાદ મળી

દિવસભરના અસહય ઉકળાટ બાદ સોમવારે સાંજે પાંચ કલાકના સુમારે ભારે ધૂળની ડમરીઓ સાથે શહેરના અનેક વિસ્તારમાં વાતાવરણ ખરાબ થયુ હતુ. આ સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર કંટ્રોલ તથા ગાર્ડન વિભાગને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વૃક્ષ ધરાશાયી થવા અંગેની ફરિયાદ મળી હતી. ફાયર વિભાગને વૃક્ષ ધરાશાયી થવા ઉપરાંત ચાંદખેડા વોર્ડમાંથી બે, બોપલમાંથી એક તથા ન્યુ મણિનગર વિસ્તારમાંથી શોટ સરકીટ થવાથી આગ લાગવા અંગેના ચાર કોલ મળ્યા હતા. જો કે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી.