Ahmedabad News : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી થયા લાલઘૂમ, કહ્યું, સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના થઈ રહ્યાં છે પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશના વિવિધ સંપ્રદાય પર વિફર્યા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી અને તેમણે કહ્યું કે, સનાતન ધર્મને બદનામ કરી સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે અને ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે, સ્વામીનારાયણ સંપ્રદાય સામે પણ શંકરાચાર્યનો રોષ જોવા મળ્યો છે.
નામ સનાતન ધર્મનું અને કામ ધર્મને બદનામ કરવાનું : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું વધુમાં કહેવું છે કે, હનુમાનજી સ્વામિનારાયણના દાસ છે આવી વાત કરવામાં આવી રહી છે, નામ સનાતન ધર્મનું અને કામ ધર્મને બદનામ કરવાનું ચાલી રહ્યું છે, પાખંડનો વિનાશ થવો જોઈએ અને બ્રહ્માકુમારીની માન્યતાઓ પર કર્યો શંકરાચાર્યે પ્રહાર, કહ્યું, બ્રહ્માકુમારી શિવજી અને શંકરજીને અલગ કહે છે અને શિવ શબ્દનો અર્થ નથી સમજતા અને વ્યાખ્યાન કરે છે, ગાયત્રી પરિવાર સામે પણ શંકારાચાર્યએ નારાજગી વ્યકત કરી છે.
ગાયત્રી યજ્ઞ કરે છે, જેમાં કોઈ વિધિ નથી : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું વધુમાં કહેવું છે કે, ઈસ્કોનવાળા ષડયંત્ર કરી રહ્યા છે અને ધર્મનો વેશ ધારણ કરીને હિન્દુ કહેવડાવતા નથી, "ઈસ્કોનવાળા રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે, વધુમાં તેમણે શિરડી સાઈબાબા પર પણ રોષ ઠાલવ્યો છે અને કહ્યું કે, સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સનાતન શાશ્વત છે બીજા બધા સંપ્રદાય છે
આજે કહેવાતા સંપ્રદાય અને સંસ્થાઓ પોતાના પ્રચાર કરવા અન્યને નીચા દેખાડે છે. પરંતુ એવું ના કરવું જોઈએ કારણ કે જેમની જયાં શ્રદ્ધા હોય તે અનુસાર ધર્મનું પાલન કરવું જોઈએ અને જે દેવી દેવતામાં આસ્થા રાખે છે તેમની પૂજા કરવી. આજે બહુ બધા લોકો ગુરુને ભગવાન માને છે પરંતુ તમારા ગુરુમાં પણ નિષ્ઠા હોવી જોઈએ. તમે ગુરુને ભગવાન માનો તો ગુરુ જે આદેશ આપે છે તેનું પાલન તમે કરો છે. ના, તમે ફક્ત ગુરુના નામનો આશ્રય લઈ નામે પોતાનુ કામ સાધો છો અને બતાવવા માગો છો અમે ધાર્મિક છીએ. અને પોતાને ધાર્મિક બતાવી ફકત તમે કમાણી કરવા માગો છો. આવા બની બેઠેલા સંપ્રદાયોથી લોકોએ સાવધ રહેવું જોઈએ.
What's Your Reaction?






