Ahmedabad News: વટવામાં ફી મુદ્દે ખેલ, રાજારામ વિદ્યાવિહાર શાળાએ ધોરણ-5ની વિદ્યાર્થિનીને પરીક્ષાથી રોકતા DEOએ ફટકારી નોટિસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી રાજારામ વિદ્યાવિહાર શાળા સામે ગંભીર વિવાદ સામે આવ્યો છે. શાળાની ફી અને બસની ફી સમયસર ન ભરી શકાતા શાળા સંચાલકો દ્વારા ધોરણ-5માં અભ્યાસ કરતી એક માસૂમ વિદ્યાર્થિનીને પ્રથમ સત્રની પરીક્ષામાં બેસવા ન દેવાની ધમકી આપવામાં આવી હતી. આ અમાનવીય વલણને કારણે વિદ્યાર્થિનીના શૈક્ષણિક હિતને ગંભીર નુકસાન પહોંચ્યાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે.
વાલીની વ્યાજબી ફરિયાદ અને DEOની સત્વરે કાર્યવાહી
આ સમગ્ર મામલે નારાજ વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને ગંભીરતાથી લઈને અમદાવાદ DEO તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવ્યા છે. વટવાની રાજારામ વિદ્યાવિહાર શાળાને સત્તાવાર રીતે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
24 કલાકમાં ખુલાસો રજૂ કરવાનો આદેશ
DEO દ્વારા શાળાસંચાલકોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ આ ગંભીર બાબતે આગામી 24 કલાકની અંદર પોતાનો લેખિત ખુલાસો રજૂ કરે. જો નિર્ધારિત સમયમાં સંતોષકારક ખુલાસો આપવામાં નહીં આવે, તો શાળા સામે નિયમોનુસાર કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટના નવીનીકરણ બાદ પ્રથમવાર જાહેર ગરબાનું આયોજન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

