Ahmedabad News: ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા કરતા કેનેડા સંશોધન અને સ્કેલ્સ વધારવા ભાર મુકશે: ક્રિસ કૂટર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેનેડા અભ્યાસ, પ્રવાસ, બિઝનેસ કે રોજગાર માટે ભારતીયોનું મહત્ત્વનું સ્થળ રહ્યું છે.જોકે,વિઝા પ્રક્રિયા,વિદ્યાર્થીઓ માટેની તકો અને ભારત-કેનેડા વચ્ચેના સંબંધોને લઈને અનેક સવાલો છે.અમદાવાદની મુલાકાતે આવેલા કેનેડાના હાઈ કમિશનર ક્રિસ કૂટરે 'સંદેશ' સાથેની ખાસ મુલાકાતમાં આ મુદ્દાઓ સહિત ભારત-કેનેડા વેપાર,ગુજરાતમાં રોકાણ, શિક્ષણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહકારની સંભાવનાઓ અંગે વાત કરી હતી. ક્રિસ કૂટરે કહ્યું કે, ભારત અને કેનેડા વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સહકારની વિશાળ સંભાવનાઓ છે.
શિક્ષણ અને તાલીમ ક્ષેત્રે સહકાર વધારવો જરૂરી
કેનેડાની યુનિવર્સિટીઓ, કોલેજો અને પોલિટેકનિક સંસ્થાઓ ભારત સાથે જોડાણ વધારવામાં રસ ધરાવે છે.અમદાવાદ યુનિવર્સિટી અને GIFT સિટી સાથેની મુલાકાતો દરમિયાન પણ શૈક્ષણિક સહકારની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ હતી.ભવિષ્યમાં માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા કરતાં ઉચ્ચ અભ્યાસ,સંશોધન અને બંને દેશોની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકસાવવા પર વધુ ધ્યાન અપાશે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે રોજગારની જરૂરિયાતો અને કામ કરવાની પદ્ધતિઓ બદલાઈ રહી છે,તેથી ભવિષ્યમાં કંઈ સ્કિલ્સની જરૂર પડશે તે ઓળખીને શિક્ષણ અને તાલીમ ક્ષેત્રે સહકાર વધારવો જરૂરી બનશે.
ભારતીયો માટે વિઝા પ્રક્રિયા મહત્વનો મુદ્દો
કેનેડામાં અભ્યાસ, પ્રવાસ, બિઝનેસ કે રોજગાર માટે જવા ઈચ્છતા ભારતીયો માટે વિઝા પ્રક્રિયા મહત્વનો મુદ્દો છે. ત્યારે ગુજરાતમાં કેનેડાની વિઝા ઓફિસ શરૂ કરવાની કોઈ યોજના છે કે કેમ તેવા સવાલના જવાબમાં હાઈ કમિશનર કિસ કૂટરે કહ્યું કે,હાલ આવી કોઈ યોજના નથી.જોકે,કેનેડા વિઝા પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને સુસંગત બનાવવા પર કામ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓ, બિઝનેસ સાથે જોડાયેલા લોકો, પ્રવાસીઓ અને કામદારોને વિઝા માટે અરજી કરતી વખતે સકારાત્મક અનુભવ મળે તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે એટલે ગુજરાતમાં નવી ઓફિસ શરૂ કરવાની જાહેરાત ન હોવા છતાં, ભારતમાં ગમે ત્યાંથી અરજી કરનારાઓ માટે પ્રક્રિયા વધુ સરળ બનાવવાનો કેનેડાનો અભિગમ છે.
2030 સુધી ભારત સાથેનો વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક છે
ભારત અને કેનેડા વચ્ચેનો વેપાર વધારવા બંને દેશો પ્રયાસ કરી રહ્યા છે તે અંગે વાત કરતા હાઈ કમિશનરે કહ્યું કે,બંને દેશોના વડાપ્રધાનોની માર્ગમાં થયેલી મુલાકાત દરમિયાન 2030 સુધી દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.આ દિશામાં કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) અંગે પણ કામ ચાલી રહ્યું છે.કેનેડાના ટ્રેડ મિશિનરની આગેવાનીમાં ભારતીય બજારોમાં તકો શોધવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું વેપારી પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું,જેમાં આશરે 150 કંપનીઓ અને 260 જેટલા પ્રતિનિધિઓ સામેલ હતા. કેનેડાની કંપનીઓ માટે ભારત મોટું બજાર છે.
બંને દેશોના સહકારથી વિવિધ તકો ઉભી થશે
ગુજરાતમાં કેનેડાની કંપનીઓની હાજરી અને રોકાણની સંભાવનાઓ અંગે વાત કરતા ક્રિસ કૂટરે કહ્યું કે, ગુજરાતમાં ૧૬થી વધુ કેનેડિયન કંપનીઓ કાર્યરત છે. તેમાં ઓટોમોટિવ ક્ષેત્રની મેગ્ના અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની મેકકેઈન જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. મેકકેઈન દ્વારા તાજેતરમાં મોટા વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે.આવા રોકાણથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થઈ શકે છે અને ફૂડ પ્રોસેસિંગના ધોરણો સુધરી શકે છે. તેનાથી માત્ર ભારતીય બજાર માટે જ નહીં, પરંતુ અન્ય દેશોમાં નિકાસ માટે પણ તકો વધી શકે છે. કેનેડાના પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો ભારતના રોડ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણ સાથે જોડાયેલા છે.બીજી તરફ, AI, સ્પેસ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રોમાં પણ બંને દેશો સહકાર વધારવા ઈચ્છે છે. કેનેડાની સંશોધન ક્ષમતા અને ભારતની ટેકનોલોજી તથા ઉદ્યોગસાહસિકતાને જોડીને AI આધારિત ઉકેલો વિકસાવવા અને તેનો વ્યાપારિક સ્તરે કરવા તકો ઊભી થઈ શકે છે. બંને દેશોના સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે જોડાણ વધે તો નવી ટેકનોલોજી, સંશોધન અને રોજગારી માટેના માર્ગો ખુલવાની સંભાવના છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીની વેપાર પર પરોક્ષ અસર
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીની ભારત-કેનેડા વેપાર પર થતી અસર અંગે કેનેડાના હાઈ કમિશનર ક્રિસ કૂટરે કહ્યું કે, તેની અસર સીધી કરતાં પરોક્ષ રીતે વધુ જોવા મળી શકે છે. આ કટોકટી ભારતની ઈંધણ અને ખાતર પુરવઠા માટેની નિર્ભરતા તથા સપ્લાય ચેઈનની નબળાઈઓને ઉજાગર કરે છે. આવી સ્થિતિમાં કેનેડા ભારત માટે ઊર્જા પુરવઠાના વૈકલ્પિક ભાગીદાર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. કેનેડા પાસે તેલ, કુદરતી ગેસ અને યુરેનિયમ જેવા સંસાધનો છે. બંને દેશો વચ્ચે ઊર્જા ક્ષેત્રે સહકાર વધે તો ભારતને પુરવઠાના વૈકલ્પિક સ્ત્રોત મળી શકે છે. કેનેડામાંથી એશિયા સુધી ઊર્જા પહોંચાડવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં ભારત-કેનેડા વેપાર અને ઊર્જા સહકારને નવી દિશા આપી શકે છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: દેશમાં કોર્ટ પેન્ડિંગ કેસમાં અમદાવાદ ચોથા અને સુરત 80માં ક્રમે, વિલંબના કારણો શોધાશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

