Ahmedabad News : બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો માસ્ટરમાઈન્ડ ઝબ્બે, ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને દબોચ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા અને ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળકોની તસ્કરી કરતા એક મોટા આંતરરાજ્ય રેકેટના મુખ્ય સૂત્રધાર યુનુસની ધરપકડ કરી છે. આ ટોળકી માસૂમ બાળકોનું અપહરણ કરી તેમને અન્ય રાજ્યોમાં વેચવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવતી હતી. અગાઉ આ કેસમાં એટીએસ (ATS) દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી યુનુસ ફરાર હતો. પોલીસને બાતમી મળી હતી કે એક માસૂમ બાળકને હૈદરાબાદ ખાતે વેચવાની પેરવી કરવામાં આવી રહી છે, જે પહેલા જ પોલીસે સતર્કતા દાખવી આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને બાળકને સુરક્ષિત બચાવી લીધું હતું.
બાળકોની તસ્કરીનું યુપી-તેલંગણા કનેક્શન
તપાસમાં બહાર આવ્યું છે કે આ તસ્કરી રેકેટના તાર ગુજરાત ઉપરાંત તેલંગણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલા છે. આરોપીઓ ગરીબ પરિવારોના બાળકોને નિશાન બનાવી મોટા પાયે નાણાં મેળવવા માટે તેમનો સોદો કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપી યુનુસની કડક પૂછપરછ શરૂ કરી છે, જેમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને અગાઉ કેટલા બાળકોની તસ્કરી કરવામાં આવી છે તે અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંપર્ક સાધી રહી છે.
આ પણ વાંચો : Rajkot News : સ્ટાફની ફોજ છતાં સેવામાં શૂન્યતા, સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી સામે આવી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

