Ahmedabad News: 'પાની પે પાની તેરા રંગ કૈસા પાની', સાબરમતીનું પાણી એક રંગો અનેક!

Nov 22, 2026 - 18:00
Ahmedabad News: 'પાની પે પાની તેરા રંગ કૈસા પાની', સાબરમતીનું પાણી એક રંગો અનેક!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની ઓળખ અને શાન સમાન સાબરમતી નદી આજે પ્રદૂષણના ભારે દૂષણનો સામનો કરી રહી છે. નદીને સ્વચ્છ અને સુંદર બનાવવાના સરકારી દાવાઓની વાસ્તવિકતા તપાસવા માટે 'સંદેશ ન્યૂઝ'ની ટીમ મેદાનમાં ઉતરી હતી. નદીના અલગ-અલગ 4 સ્થળો પરથી પાણીના નમૂના લઈને કરવામાં આવેલા આ રિયાલિટી ચેકમાં ચોંકાવનારા અને ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા છે, જે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ખડા કરે છે.

4 સ્થળેથી લીધેલા સેમ્પલ અને બદલાયેલા રંગ

સંદેશ ન્યૂઝની ટીમે સાબરમતી નદીની સ્થિતિ જાણવા માટે ઇન્દિરા બ્રિજ, ભૂદરનો આરો, જમાલપુર રિવરફ્રન્ટ અને વિશાલા નજીક આવેલા શાસ્ત્રી બ્રિજ નીચેથી પાણીના નમૂના એકત્રિત કર્યા હતા. આ ચારેય સ્થળના સેમ્પલની તપાસમાં પાણીની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી હતી.

ત્રણ સ્થળેથી લીધેલા સેમ્પલનું પાણી બ્લ્યુ રંગના બદલે આછું લીલું જ્યારે શાસ્ત્રી બ્રિજ નીચેથી લીધેલા સેમ્પલનું પાણી એકદમ કાળું જોવા મળ્યું હતું. પાણીના રંગમાં થયેલા આ મોટા ફેરફારો સાબિત કરે છે કે નદીમાં ભળતા કેમિકલ અને ગંદા પાણીનું પ્રમાણ નિયંત્રણ બહાર થઈ ચૂક્યું છે.

Ahmedabad News: Sabarmati River Pollution Exposed: Water Turns Green and Black in Reality Check

ઔદ્યોગિક પ્રદૂષણ અને ગટરના પાણીનો ગંભીર પ્રશ્ન

સાબરમતીના આ પ્રદૂષણ પાછળ નારોલ, પીરાણા, પિપળજ અને બહેરામપુરા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાંથી છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી મુખ્ય કારણ છે. ટ્રીટમેન્ટ વગરનું પ્રદૂષિત પાણી ગેરકાયદેસર રીતે ગટર નેટવર્કમાં ભેળવવામાં આવે છે.

સપ્ટેમ્બર 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પીરાણા STPની પમ્પિંગ મશીનરીને આ કેમિકલયુક્ત પાણીના કારણે ગંભીર નુકસાન થયું હતું, જેને બદલવા માટે આશરે રૂ.12 કરોડનો તોતિંગ ખર્ચ થયો હતો. આ દર્શાવે છે કે પ્રદૂષણની અસર માત્ર નદી પૂરતી મર્યાદિત નથી પરંતુ સરકારી યંત્રણાને પણ ભારે નુકસાન પહોંચાડી રહી છે.

Ahmedabad News: Sabarmati River Pollution Exposed: Water Turns Green and Black in Reality Check

વૈજ્ઞાનિક સંશોધનના ચોંકાવનારા આંકડા અને ભવિષ્યનું જોખમ

માત્ર મીડિયા અહેવાલો જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસોએ પણ સાબરમતીની દયનીય સ્થિતિ પર મહોર મારી છે. સાબરમતીના છ અલગ-અલગ સ્થળો પર થયેલા અભ્યાસ મુજબ શાસ્ત્રી બ્રિજ અને ગ્યાસપુર પાસે વોટર ક્વોલિટી ઇન્ડેક્સ (WQI) ઊંચો એટલે કે 838.87 જેટલો નોંધાયો હતો.

પાણીમાં ક્રોમિયમ અને કેડમિયમ જેવી ઘાતક ભારે ધાતુઓ તેમજ હાનિકારક કાર્બનિક સંયોજનો મળી આવ્યા છે. હાઇકોર્ટની કડક ટકોરો છતાં પ્રદૂષણ મુક્ત સાબરમતીનું સ્વપ્ન અધૂરું છે, જે માત્ર નદીના અસ્તિત્વ સામે જ નહીં પરંતુ આવનારી પેઢીના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો કરી રહ્યું છે.


આ પણ વાંચો: Ahmedabad News: દિલજીત દોસાંજના કોન્સર્ટમાં દિલ્હીની મોબાઈલ ચોર ગેંગનો આતંક, 11 મોંઘા મોબાઈલ સાથે બે ઝડપાયા!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0