Ahmedabad News : નિકોલની પારંતી આવાસ યોજનામાં પીધેલી હાલતમાં યુવતીઓએ ધમાલ મચાવી, સોસાયટીના ચેરમેનની ભૂમિકા શંકાસ્પદ

Oct 1, 2026 - 12:30
Ahmedabad News : નિકોલની પારંતી આવાસ યોજનામાં પીધેલી હાલતમાં યુવતીઓએ ધમાલ મચાવી, સોસાયટીના ચેરમેનની ભૂમિકા શંકાસ્પદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી પારંતી આવાસ યોજના અસામાજિક પ્રવૃત્તિઓને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.આ સોસાયટીમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ફફડાટ ફેલાઈ ગયો છે.એક ફ્લેટમાં બહારના રાજ્યમાંથી આવેલી કેટલીક યુવતીઓ કોઈપણ પ્રકારના પોલીસ વેરિફિકેશન વગર ભાડેથી રહેવા માટે આવી છે.મોડી રાત્રે આ યુવતીઓએ નશામાં ભારે બૂમાબૂમ મચાવી દીધી હતી. અડધી રાત્રે ચાલી રહેલી હરકતોના કારણે આસપાસના રહીશો હેરાન થયા હતાં.લોકોએ યુવતીઓ પાસે જઈને શાંત રહેવા સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉલ્ટાનું આ યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને સ્થાનિક રહીશો પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

અડધી રાત્રે યુવતીઓની ધમાલ

આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ ગંભીર અને આશ્ચર્યજનક બાબત એ છે કે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં સોસાયટીના ચેરમેન ઉપર આ વાતની કોઈ જ અસર થઈ નથી.ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા સામે હવે સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.ચેરમેનના વર્તન પરથી એવું સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ક્યાંકને ક્યાંક ચેરમેનની મૌન સંમતિ દરમિયાન જ થઈ રહી છે.કંટાળેલા રહીશોએ આ મામલે ચેરમેનને રજૂઆત કરી, ત્યારે પરિસ્થિતિ સુધારવા કે યોગ્ય પગલાં ભરવાને બદલે ચેરમેને સરેઆમ દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું અને ધમકી આપીને કહ્યું હતું કે,તમારાથી જે થતું હોય એ ઉખાડી લેજો મકાન ખાલી નહીં જ થાય.

ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા સામે ભારે રોષ

આ પ્રકારના બેજવાબદાર વલણને કારણે રહીશો સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને સ્થાનિક પ્રશાસન તેમજ પોલીસ તંત્ર સમક્ષ સવાલો ઉઠી રહ્યા છે.રહીશોનો સીધો સવાલ છે કે શું અસામાજિક તત્વોને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપનાર અને શંકાસ્પદ ભૂમિકા ભજવનાર આવા ચેરમેન સામે પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં?આ ઉપરાંત નિયમોને નેવે મૂકીને અને કોઈપણ જાતના પોલીસ વેરિફિકેશન વગર બેફામ રીતે મકાનો ભાડે આપનારા મકાનમાલિકો તથા કાયદાના લીરેલીરા ઉડાડનારાઓ સામે પોલીસ ક્યારે સક્રિય થઈને એક્શન લેશે તે એક મોટો પ્રશ્ન બન્યો છે.

આ પણ વાંચોઃ Surat News: શહેરમાં નાશ્તાની લારીની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતો ભાજપના પૂર્વ નેતાનો પુત્ર ફરી ઝડપાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0