Ahmedabad News: નવરાત્રિમાં અસામાજિક તત્વો અને રોમિયોને પકડવા પોલીસનો એક્શન પ્લાન તૈયાર, બાઈકર્સ ગેંગ સામે કાર્યવાહી થશે

Sep 18, 2025 - 16:00
Ahmedabad News: નવરાત્રિમાં અસામાજિક તત્વો અને રોમિયોને પકડવા પોલીસનો એક્શન પ્લાન તૈયાર, બાઈકર્સ ગેંગ સામે કાર્યવાહી થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી 22 તારીખે નવરાત્રિ શરૂ થશે. નવરાત્રિમાં રાત્રે ગરબા દરમિયાન મહિલાઓની છેડતીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે પોલીસે આ પ્રકારના બનાવો અટકાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ આ સમયગાળામાં ચોર ટોળકી પણ સક્રિય થતી હોવાથી પોલીસે તેમને પકડવા માટેનો પ્લાન પણ તૈયાર કરી લીધો છે.

 12 હજારથી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમા હાજર રહેશે

અમદાવાદના ડીસીપી રિમા મુન્શીએ કહ્યું હતું કે, નવરાત્રિમાં પોલીસ દ્રારા લોકોની સલામતી અને સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. નવરાત્રીના પર્વમા 12 હજારથી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમા હાજર રહેશે.ગરબાની રમઝટ વચ્ચે ખેલૈયાના સ્વાંગમાં અસામાજિક તત્વો અને રોમિયો સાથે ચોર ટોળી પણ સક્રિય થાય છે. આ ટોળકી મહિલાઓની છેડતી અને મોબાઈલ તથા પર્સ જેવી કિંમતી ચીજોની ચોરી કરે છે. આવી ઘટનાઓને લઈને અમદાવાદ પોલીસની શી ટીમ મેદાનમાં આવી છે.

શી ટીમનો ખાનગી રીતે બંદોબસ્ત ગોઠવવામા આવશે

તેમણે વધુમાં કહ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન મહિલા ACP, પીઆઈ, પીએસઆઈ અને શી ટીમનો ખાનગી રીતે બંદોબસ્ત ગોઠવવામા આવશે.અમદાવાદમાં ખાસ કરીને સિંધુભવન અને એસજી હાઈવે સહિત રિવરફ્રન્ટ વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.જેમા શી ટીમ કોમર્શિયલ પાર્ટી પ્લોટ પર ટ્રેડીશનલ ડ્રેસમાં રહીને વોચ રાખશે.ખૈલયાની જેમ ગરબાની રમઝટ વચ્ચે ચોર ટોળકી પર સતત નજર રાખશે. આ પ્રકારે અમદાવાદ શહેરના ખાનગી પાર્ટી પ્લોટમા મહિલા પોલીસની શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમા મહિલાઓની સુરક્ષા સાથે લોકોની કિંમતી વસ્તુઓનુ પણ રક્ષણ કરશે. બાઈકર્સ ગેંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે

શહેરમા ગરબા આયોજક દ્રારા પાર્ટી પ્લોટમા તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. ત્યારે નવરાત્રીમા ટ્રાફિકની સમસ્યાઓ વધતી હોય છે. જેથી ટ્રાફિક પોલીસે આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસ,હોમગાર્ડ અને ટીઆરબી સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામા તૈનાત રહેશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે મોટા વાહનોના પ્રવેશ માટે રાત્રે 2 વાગે સુધી પ્રતિબંધીત રાખવામા આવ્યો છે.આ ઉપરાંત ગરબાના આયોજકને ટ્રાફિક વ્યવસ્થા માટે પાર્કિગ માટે ઈન ગેટ, આઉટ ગેટ અને પાર્કિગ પ્લોટ પણ વ્યવસ્થિત હોય તેવી સૂચના આપવામા આવી છે. નવરાત્રીમા રાત્રે પોલીસ રોડ પર યુનિફોર્મમા અને ગરબા સ્થળે ટ્રેડીશનલ ડ્રેસમા શહેરીજનોને સુરક્ષા આપશે. આ ઉપરાંત બાઈકર્સ ગેંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0